________________
પ્રિયસમાગમ
૧૦૧ એ પ્રમાણે મરણાંતને તેને પ્રેમ જોઈ ગુણશ્રીના હૃદયમાં વિશ્વાસ થયે. જેથી તેણે એકાંતમાં જઈ પિતાની ગુપ્ત વાત તેને સ્પષ્ટ રીતે નિવેદન કરી.
તે સાંભળી પુણ્યસારનું હૃદય ચક્તિ થઈ ગયું અને પિતે વિચારમાં પડ;
અહો ! ખરેખર આ તે આઠમી ગુણશ્રી મારી જ સ્ત્રી છે,
માત્ર કલેકના સંકેતવડે આ સ્ત્રી અહીં કેવી રીતે આવી? અને પુરુષનો વેષ ધારણ કરી એણીએ આ રાજાની કન્યા શા માટે પરણી? નૃપ વિગેરે સર્વ લોકોએ એને ઘણુંએ પૂછયું છતાં પણ એણે પોતાનું નામ શા માટે છુપાવી રાખ્યું ?
તેમજ પિતાને પતિ નહીં મળવાથી સત્ય પ્રતિજ્ઞા પાળવાની ખાતર કેવી રીતે આ સ્ત્રી અગ્નિમાં પ્રવેશ કરે છે?
આ ઉપરથી ચાતુર્ય, દઢતા, ગુપ્ત વિચારતા અને સત્યતાદિ એણીના ગુણોને વાણી પણ પહોંચી શકે તેમ નથી.
સરસ્વતી દેવીના કહેવાથી મેં પણ એની સાથે મૈત્રી કરી તે બહુ સારૂ થયું, નહીં તે આ મરી જાત એટલે ત્યાં રહેલી મારી તે સાતે સ્ત્રીઓ મરી જાત.
સ્ત્રીઓના ઉત્તમ ચાતુર્યની પરીક્ષા માટે આવી હુંશીયારી કરીને મેં પિતાની અનર્થ પરંપરા પ્રગટ કરી છે.
એમ પિતાના મનમાં વિચાર કરી અમંદ આનંદસાગરમાં કંઠ સુધી નિમગ્ન થઈ પુષ્પસાર પિતાની સ્ત્રી–ગુણશ્રીને કહેવા લાગે. પ્રિયસમાગમ
આ મોટું આશ્ચર્ય છે કે, આટલા દિવસ સુધી તે કૃત્રિમ પ્રીતિ કરી, મારે આટલો બધો નેહ છતાં પણ તે કઈ દિવસ આ વાત કરી નહી !!!
જે તે આ વાત પ્રીતિના આરંભમાં-પ્રથમ જ કરી હતી તે તારો પતિ હું તને તેજ વખતે મેળવી આપત. હજુ પણ ઠીક થયું કે, આ વાત મને કરી.