________________
ગુણશ્રીને સંદેશ છે? તારા દુઃખનું કારણ તું નિવેદન કર.
આ શરીર, આ લહમી, આ સ્ત્રી આ સ્વજન વર્ગ વિગેરે આ સર્વને ત્યાગ કરો, તે તને ઉચિત નથી.
વળી તું શાસ્ત્રસાગરને પારગામી છે, સર્વ કલાઓને તું નિધાન ગણાય છે અને પંડિતમાં પણ તું શિરોમણિ છે. છતા તું આત્મઘાત કરવાને શા માટે તૈયાર થયે છે? તેનું કારણ તું કહે.
એ પ્રમાણે રાજા અને નગરના લોકેએ ઘણુંએ પૂછયું, પરંતુ ગુણશ્રીએ તે સમયે નિંદાના ભયથી પિતાના મૃત્યુનું કારણ જણાવ્યું નહીં ગુણશ્રીને સંદેશ
ત્યારબાદ ગુણશ્રી પિતાના પરિચયમાં આવેલા વૃદ્ધોના કાનમાં દીનવાણીથી પિતાના પિત્રાદિકને સંદેશે કહેવા લાગી.
હે માતા પિતા ! આ મારા છેવટના પ્રણામ છે. બાલ્યાવસ્થાથી આરંભી આજ સુધીને જે કંઈ મારાથી અપરાધ થયો હોય, તેની હું આપની આગળ માફી માગું છું.
ભાગ્યશાળી કન્યા હોય છે કે, જે પોતાના માતાપિતાને ચંદ્રની કાંતિ સમાન આનંદ આપે છે અને પાપાત્મા એવી હું તે આપને સૂર્યની કાંતિ સમાન તપાવનારી થઈ.
વળી હે બહેને ! અસાર એવા પિતાના જીવિતને અગ્નિમાં હોમ કરી તમે જલદી આવે, જેથી મને આગળ ઉપર મળે.
હે સખીઓ ! મિત્રતાને લીધે આપની આગળ જે કંઈ મેં કહ્યું હોય, તે અનિષ્ટ હોય તે પણ તમારે સહન કરવું, આ અંતિમ પ્રણામ છે. ચિતાપ્રવેશ
ક્ષમાપના માગ્યા બાદ ગુણશ્રી પ્રીતિપૂર્વક ચિતાની ત્રણ પ્રદક્ષિણા કરી મંદ સ્વરે બેલી.
હે સૂર્ય ! અને હે લેકપાલે ! આપ સાવધાન થઈ મારું એક વચન સાંભળો.