________________
કુમારપાળ ચરિત્ર आत्मा प्रयातु सकलं कुलमन्तमेतु, __ न स्वीकृत कृतिधयस्तदपि त्यजन्ति ॥
આપત્તિ આવે, સંપત્તિ દૂર ચાલી જાય, જ્ઞાતિ સર્વથા ત્યજી દે, અપકીર્તિ સર્વત્ર ફેલાય, આત્મા ચાલ્યા જાય અને સમગ્ર કુલને નાશ થાય, તો પણ બુદ્ધિમાન પુરુષે પોતાની પ્રતિજ્ઞાને ભંગ કરતા
નથી.
એટલા માટે હાલમાં હું દુઃખથી મુક્ત થવા માટે ધર્મ કાર્યની માફક મરણ ક્રિયા સાધુ છું.
તમારે આ બાબતમાં કંઈપણ મને કહેવું નહીં.
એ પ્રમાણે પોતાના પરિવારને બંધ કરી ગુણશ્રીએ તત્કાલ નગરની બહાર ચંદનની ચિતા તૈયાર કરાવી.
સવ પરિવારના નેત્રોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. ગુણશ્રી પિતાના પરિવાર સાથે પ્રધાન અશ્વપર બેસી ચિતાની પાસે ગઈ.
તે સાંભળી મદનવતીના હૃદયમાં અગ્નિ જવાલા પ્રગટ થઈ. શરીરમાં રેમે રમ તીણ સોયની વેદનાઓ થવા લાગી.
ધારા બંધ આંસુઓની વૃષ્ટિવડે વર્ષાકાલના મેઘના તરંગની માફક અતિ વિશાલ માગને પણ પંકમય બનાવતી
અને મુષ્ટિઓના આઘાતવડે વક્ષસ્થલમાંથી પ્રાણને કાઢતી હોય
તેમ તે મદનવતી બહુ વિહલ થઈને તે જ વખતે ગુણશ્રીની પાછળ ચાલી.
તે જોઈ રાજા, પ્રધાન વર્ગ તેમજ પરલોકે પણ બહુ દુઃખી થઈ ગયા અને ગુણશ્રીને મરણથી નિવારવા માટે એકદમ ત્યાં આવ્યા. સમરસિંહને ઉપદેશ
સમરસિંહરાજા મરણાભિમુખ ગુણશ્રી-ગુણચંદ્રને જોઈ બે.
હે વત્સ! સ્વજનવત્સલ! દુઃખીની માફક તું અકસમાત શા કારણથી મરવાને તૈયાર થયે છે?
તારે કોઈપણ વસ્તુની શું ન્યૂનતા છે ? અથવા કેઈએ તારું અપમાન કર્યું છે ? શું તારા માતા પિત્રાદિકનું કંઈ અનિષ્ટ થયું