________________
૯૬
કુમારપાળ ચરિત્ર જો કે તેઓ બંને પરસ્પર સ્ત્રી પુરુષભાવને જાણતા નથી, તે પણું તેમના મન અને નેત્ર અવિચ્છિન્ન સુખ માનતાં હતાં.
ખરેખર દૃષ્ટિ અને મને એ બંને પ્રિય અને અપ્રિયને સૂચવે છે. કારણ કે, એક બીજાના અવલોકનથી તત્કાલ દૃષ્ટિ અને મન પ્રીતિ અને દ્વેષને ધારણ કર્યા સિવાય રહેતા નથી.
પિતાના ચિત્તની માફક ગુણચંદ્રનું ચિત્ત પિતાના સમાગમથી પ્રસન્ન જોઈ પુણ્યસારે યાચના કરી કે તારી સાથે હું મૈત્રી કરવા
ગુણ શ્રી બેલી. મારી સાથે મૈત્રીની પ્રાર્થના તું શા માટે કરે છે? અમૃતપાન માટે કોઈપણ સમયે કઈને કહેવાની જરૂર પડતી નથી. જે પુરુષ તારે દાસ થઈને રહે, તે પણ ધન્ય પુરુષમાં ચૂડામણિ સમાન થાય છે. તે તે પોતે જ પ્રીતિવડે જેને મિત્ર થાય, તેનું તે કહેવું જ શું ?
એ પ્રમાણે ગુણચંદ્રના વચનામૃતથી પ્રસન્ન થયેલા પુણ્યસારે ગુણશ્રીની સાથે પ્રીતિ કરી.
એકત્ર નિવાસ, કીડા, સુભાષિત અને સારભૂત કથાઓના રસવડે તેમને પ્રેમ ચંદ્રના કિરણે વડે સમુદ્ર જેમ હંમેશાં વધવા લાગે. હું માનું છું કે, એક બીજાના સંબંધથી તે બંનેનું ગાઢ એકપણું થઈ ગયું, અન્યથા તેમને આત્મા સરૂપતાને કેમ પામે ?
એ પ્રમાણે પિતાના સ્વામીની ઉલ્લાસ પામતી પ્રીતિવડે ખુશી થયેલી ગુણશ્રીના છ માસ પુરા થવા આવ્યા. માત્ર સાત દિવસ બાકી રહ્યા, તોપણ પિતાના સ્વામીનું વૃત્તાંત કેઈપણ ઠેકાણે તેને સાંભળીને વામાં આવ્યું નહીં, તેથી તેણુએ મરવાને વિચાર કરી એકાંતમાં પિતાના પરિવારને બેલાવી કહ્યું,
પ્રથમ પ્રતિજ્ઞા કરેલી છે. જે છ માસની અંદર મારે પતિ મને ન મળે તે હું સતીની માફક પિતાને દેહ અગ્નિમાં હેમી દઉં. અનુક્રમે છ પુરા થયાં. કેઈ ઠેકાણે પતિને પત્તો લાગ્યો નહીં. માટે હાલમાં તમે નગરની બહાર ચંદનકાષ્ઠની ચિતા તૈયાર કરે.