________________
ગુણશ્રીમૈત્રી
ઈચ્છતા હોય તે તે કામદેવના પુત્ર ગુણચંદ્ર સાથે મૈત્રી કર. એમ કહી દેવી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ
પુણ્યસાર વિચાર કરવા લાગ્યો. હાલમાં પણ તે દેવી આવું અઘટિત વાકય કેમ બોલી ?
મદનવતી પારકી સ્ત્રી થઈ છે અને હું તે પરસ્ત્રીથી વિમુખ થયે છું. માટે તે મારી સ્ત્રી કેવી રીતે થશે ?
જરૂર ધારું છું કે, દેવીએ ફરીથી પણ મને છેતર્યો છે, તે પણુ ગુણચંદ્રની સાથે મૈત્રી કરીને તે સ્ત્રીની ઈચ્છા માટે દેવીનું વચન હું સિદ્ધ કરીશ. ગુણશ્રીમત્રી
ત્યારબાદ બુદ્ધિનિધાન પુણ્યસારે પિતાના મનમાં ગુણશ્રી સાથે મિત્રતા કરવાની તત્કાલ ઈચ્છા કરી.
પિતાના રવામીનું વૃત્તાંત નહી મળવાથી ગુણશ્રીએ પણ દ્વારભૂમિની આગળ એક વેદિકા કરાવી. તે પર બેસી ગુણશ્રી પિોતે નેક પાસે વેપાર વિગેરે કાર્ય કરાવે છે.
વેપારની ઈચ્છાથી પિતાને સ્વામી પણ કદાચિત અહીં આવે, એવી ધારણાથી તે કામ કરાવતી હતી.
એક દિવસ પુણ્યસાર વેદી પર બેઠેલી ગુણશ્રીને જોઈ બહુ ઉમં. ગથી તેને મળવા માટે ગયે. દરથી પિતાની આગળ આવતા પુણ્યસારને જોઈ ગુણથી પિતાના પતિને નહીં જાણતી છતાં તેના મનમાં બહુ પ્રેમ થયા.
પ્રથમ તેણીએ આનંદિત હૃદયવડે અભ્યસ્થાન કર્યું. પછી વિશાલ નેત્રેવડે ત્યારબાદ શરીરવડે તેને સત્કાર કર્યો.
ત્યારપછી કેટલાંક ડગલાં ચાલીને ગુણશ્રીએ પિતાના અદૂભૂત આસન પર તેને બેસાર્યો અને અમૃત સમાન વાણીવડે તેની સાથે ઘણીવાર વાર્તાલાપ કર્યો.
પુણ્યસાર પણ તેની દૃષ્ટિ તથા તેની ગેષ્ઠીરસનું પાન કરી અમૃતસાગરમાં મગ્ન થયે હોય, તેમ બહુ ખુશી થશે.