________________
મદનવતી વિવાહ
વળી તે સમયે વરકન્યાના છેડા બાંધ્યા. ત્યાં વેદીની અંદર બેઠેલી ગુણશ્રી વિસ્મય પામી વિચાર કરવા લાગી.. | સર્વત્ર વ્યાપક એવી કવિની બુદ્ધિ જ્યાં પહોંચી શકતી નથી, ત્રણે લોકને ઉલંઘન કરનાર મનની કુરતી જ્યાં અટકી જાય છે. તેમજ ભવિષ્યવેદકના જ્ઞાનમાં પણ જેને પ્રકાશ પડતો નથી, એવા કાર્યને પણ દૈવ એકદમ સિદ્ધ કરે છે, તે મેટું આશ્ચર્ય છે.
વળી સ્ત્રી સાથે સ્ત્રીનું પાણિગ્રહણ એ કઈ સમયે દેખ્યું નથી, તેમ સાંભળ્યું પણ નથી. એમ છતાં વિધિએ આ પ્રમાણે જે ઘટના કરી તે મોટો અચંબે લાગે છે.
ત્યારપછી હસ્તમોચન સમયે સમરસિંહરાજાએ બહુ હર્ષથી ગુણચંદ્રને અનેક હાથી ઘોડા અને સુવર્ણાદિક દાયજો આપે.
ત્યારબાદ સમરસિંહ વિગેરે રાજલક સાથે ગુણચંદ્ર મદનવતીને લઈ પોતાના સ્થાનમાં ગયો.
તે સ્થાનની અંદર પિતાના ચિત્તની માફક વિશાળ એક મંદિર બનાવી તેની અંદર ગુણશ્રીએ મદનવતીને રાખી.
પછી બુદ્ધિશાળી ગુણશ્રીએ પિતાના પરિવારને કહ્યું કે, મારી વાર્તા આ મદનવતીની આગળ કઈ દિવસ તમારે કરવી નહીં.
ત્યારબાદ રાત્રીના સમયે વરકન્યા બંનેને પરસ્પર અમૃત સમાન વાર્તાલાપ ચાલ્યા. ગુણશ્રીએ પિતાનું સ્ત્રી છુપાવવા માટે મદનવતીને કહ્યું, હે પ્રિયે ! વિશેષ વ્રત ઉપાસના માટે મેં છ માસ સુધી બ્રહ્મ ચર્ય વ્રત પાલવાની પ્રતિજ્ઞા કરી છે. હાલમાં બે ત્રણ માસ થઈ ગયા છે. બાકીને સમય પૂરે થશે એટલે હું તારી સાથે આનંદથી હંમેશાં સુખ વિલાસ કરીશ.
છ માસ પૂરા થાય ત્યાં સુધી તારે ખેદ કરે નહીં.
એ પ્રમાણે મદનવતીને આશ્વાસન આપતી ગુણશ્રી હંમેશાં ગાઠી અને અલંકારાદિક આપવાવડે સંતુષ્ટ કરતી હતી. કામક્રીડાના ભંગને લીધે ખિન્ન થયેલી મદનવતી પણ મહાકટથી દિવસો વ્યતીત કરતી હતી.