________________
૯૨
કુમારપાળ ચરિત્ર હવે મારે શું કરવું ? કદાચિત હું મારૂં પિતાનું સ્વરૂપ પ્રગટ કરૂં તે સમગ્ર નગરમાં મારી વિડંબના થાય તેમજ પતિની પ્રાપ્તિ પણ થાય નહીં.
આ પ્રમાણે ગુણશ્રીનું વચન સાંભળી વૃદ્ધોએ તેને બહુ સુંદર ઉત્તર આપે.
આ બાબતમાં અમને કંઈ સમજણ પડતી નથી. અમે ઉંમરથીમેટા છીએ, પરંતુ શુદ્ધ બુદ્ધિવડે વૃદ્ધ નથી.
અમેએ ઘણે વિચાર કર્યો પરંતુ આ બાબત અમારા લક્ષમાં આવતી નથી. સર્વ કાર્યોમાં તારી બુદ્ધિ મુખ્યતા ભેગવે છે.
માટે હે વત્સ ! બરોબર વિચાર કરી તે પોતે જ યાચિત કાર્ય કર.
એમ વૃદ્ધોને જવાબ સાંભળી ગુણશ્રીએ વિચાર કર્યો. આ રાજાને મેં ઘણી ના પાડી છે, તો પણ તે કન્યા પરણાવવાના અતિ આગ્રહને જરૂર છેડશે નહી.
તેમજ જયાં સુધી પોતાના સ્વામીની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી મારે મારું સ્ત્રી પણું જાહેર કરવું તે ઉચિત નથી, માટે હાલમાં પુરુષ વે રાજકન્યા મરે પરણવી તે ઉચિત છે.
જે છ માસની અંદર મારે પ્રિયપતિ મને મળશે, તે આ રાજ કન્યા પણ તેની જ સ્ત્રી થશે. અને કદાચિત તે નહિ મળે તે મારા મરણ પછી તેણને જેમ કરવું હશે તેમ કરશે.
એમ વિચાર કરી પુણ્યસારની સ્ત્રી-ગુણશ્રી પ્રભાતસમયે રાજસભામાં ગઈ અને રાજાના બહુ આગ્રહથી મદનવતીના પાણિગ્રહણને સ્વીકાર કર્યો.
તે વાત સાંભળી મદનવતી બહુજ ખુશી થઈ પ્રાયે સ્ત્રીઓને પિતાના સ્વામીની પ્રાપ્તિ અમૃતથી પણ અધિક પ્રિય હોય છે. મદનવતી વિવાહ
સમરસિંહભૂપતિ પ્રમુદિત થયો અને મોટા ઉત્સવડે ગુણશ્રી સાથે પિતાની કન્યાને પરણાવી દીધી. ગુણશ્રીના હસ્તમેળાપથી મદનવતીના હૃદયમાં જે હર્ષ થશે, તે કવિઓ પણ વર્ણવી શકે તેમ નહોતે.