________________
ગુણશ્રી વિચાર
૯૧
હૈ પ્રજામાઁધુ ! આ સંબધ કેવી રીતે ઉચિત ગણાય ? કયાં સૂર્ય અને ખદ્યોત ? કયાં મેરૂ અને સરસવ ?
કયાં કલ્પદ્રુમ અને ધત્તર ધંતુરી ? કયાં માણિકય અને કાંકરી? તેમજ લક્ષ્મીવડે કુબેરને જીતનાર એવા આપ કયાં અને રંક દશાને અનુભવ તેા હુ' વણિકપુત્ર કયાં ?
મહાસાગરના સબંધને તળાવ કઈ દિવસ લાયક થાય નહી.. વળી દૂર રહેલ પુરુષા બહુ યત્નથી દેવની માફક જેની આરાધના કરે છે, તેની પુત્રીના વિવાહનું સાહસ સ્વપ્નમાં પણ ઈચ્છાવા લાયક નથી આપણી જાતિ પણ ભિન્ન છે. સમાન સંપત્તિના અભાવ છે. એક સ્થાનમાં મારે રહેવાનું નથી તેમજ માશ માતાપિતાયે અહી નથી, તેા મારે આ કામ કેવી રીતે કરવું ?
ફરીથી રાજાએ તેને કહ્યું. તું જે ખાખત કહે છે, તે સવ હું મારા હૃદયની અંદર જાણુ છું. પરંતુ કોઇ વખત મારી પુત્રીના જોવામાં તુ આવેલા, તેથી તે દેવપર દેવીની જેમ તારી ઉપર બહુ આસકત
થઈ છે.
માટે હુ વિદ્વાન ! મારી આ પ્રાથના છે. એમ સમજી ધન વિગેરેના સ ંકોચ અને પિત્રાદિકને પૂછ્યાની વાત તું તારા મનમાંથી દૂર કર. તેમજ પ્રેમની વૃદ્ધિ માટે મારૂ વચન તું પ્રમાણુ કર. એ પ્રમાણે રાજાના બહુ આગ્રહ જોઈ ગુણશ્રીએ કહ્યુ વૃદ્ધોને પૂછી સવારમાં હું' જવામ આપીશ. ગુણશ્રીવિચાર
રાજમદિરમાંથી નીકળી ગુણશ્રી પાતાના ઘેર આવી અને મનમાં આશ્ચય પામી વૃદ્ધોની આગળ સમરસિ’હરાજાની ટુકીકત પ્રગટ કરી. ફરીથી તેણે પૂછ્યું કે, હું વૃદ્ધપુરુષા ! હવે અહીં મારે શુ કરવું? તે આપ વિચાર કરી કહેા !
ધ્રુવે મને કેવા વિષમ કાર્ટીમાં નાખી દીધી છે. એક તરફ તત્ત્વને અજાણુ આ ભૂપતિ પેાતાની પુત્રી મને આપવા તૈયાર થયા છે. અને ખીજી માજુએ હું નારી છતાં કપટથી પુરુષ વેષ ધારણ કરી આવેલી છું.