________________
પ્રિયંવદાસખી
હાલમાં બ્રહ્મજ્ઞાની જેમ કેવલ બ્રહ્મને તેમ હું સર્વ દિશાઓમાં, આકાશમાં, આગળ પાછળ અને પડખાઓમાં પણ તે કુમારને જ દેખું છું.
જ્યારે મેં એને દૂરથી જે હતું, ત્યારે તે ચંદ્ર સમાન શીતલ હતે અર્થાત તે આનંદ આપતો હતો અને હાલમાં મારા હૃદયમાં આવ્યું એટલે તે અગ્નિની માફક કેમ બાળે છે?
હે સખી ! મારા દુઃખનું કારણ મેં તને નિવેદન કર્યું. જે મારૂં હિત ઇચ્છતિ હોય તો તું જલદી તે કુમાર મને પ્રાપ્ત થાય તે ઉપાય કર. પ્રિયંવદા સુખી
પ્રિયંવદા બેલી. હે સખી ! હું તારા મનની વાત જાણું છું, છતાં પણ મેં તને જે પૂછયું, તે માત્ર કૌતુકને લીધે જ.
વળી તે સુંદરપતિ માટે તારા હૃદયમાં તુ બીલકુલ ખેદ કરીશ નહીં. કારણ કે, સુવર્ણ અને રનની માફક એગ્ય જનેને સમાગમ દુર્ઘટ થતું નથી.
તું પણ રાજપુત્રી છે. તારામાં કઈ પ્રકારની ખામી નથી અને ગુણચંદ્ર બહુ ગુણવાન છે.
તમારા બંનેની ઘટનામાં કંઈ પણ ન્યૂનતા નથી, માત્ર દેવની પ્રબલ અનુકુળતા હોવી જોઈએ, કારણકે દરેક કાર્યો દૈવ સિવાય સિદ્ધ થતાં નથી. સર્વત્ર એનું પ્રાધાન્ય ગણાય છે.
શંકર અને પાર્વતી, કૃષ્ણ અને લક્ષ્મીના પરસ્પર સમાગમથી દૈવ પણ યોગ્યને એગ્ય સાથે જોડવામાં પ્રાયે ઉઘુકત હોય છે, એમ જોવામાં આવે છે.
હે સખી ! આ વૃત્તાંત તારી માતાને કહીને તેવી રીતે હું ઉદ્યમ કરાવીશ કે જેથી તારે મને રથ સિદ્ધ થશે. તું કઈ પ્રકારની ચિંતા કરીશ નહિં.
એ પ્રમાણે રાજકુમારીને શાંત કરી, તે જ વખતે પ્રિયવદા તેની માતા પાસે ગઈ અને આ સર્વવૃત્તાંત તેણીએ નિવેદન કર્યું.
અતુકળાએ અને અને હાલ
યુકત