________________
૮૭
રાજપુત્રી મદનવતી
શું ઉર્વશી અપ્સરાને સ્વામી પુરુરવસ હશે? ના, તે તે પ્રાચીન સમયમાં થઈ ગયે, હાલમાં તે કયાંથી હોય? ત્યારે શું કે ઈ દેવ હશે? ના દેવની દૃષ્ટિ મિંચાય નહીં.
કદાચિત અગે તપશ્ચર્યા કરીને અનુપમ સ્વરૂપ ધારણ કર્યું હોય તે આ ઉપમાન પાત્ર થાય, અન્યથા એની ઉપમા થઈ શકે નહી.
માત્ર જેવાથી જ આ કુમાર ચેરની માફક મારા હૃદયને હરણ કરે છે. એનું કંઈ કારણ મારા જાણવામાં આવતું નથી.
ઉર્વશીને પુરુરવસ જેમ આ કુમાર મારે પતિ થાય તે જ મારૂં જીવિત અને યૌવન સફલ થાય. એમ તે વિચાર કરતી હતી, તેટલામાં ગુણશ્રી ગુણચંદ્ર તેણીના દષ્ટિ માર્ગથી ચાલી ગઈ.
ત્યારપછી તે શૂન્યની માફક પિતાની સખીને પુછવા લાગી. આ પુરુષ કેણ છે?
સખીએ પિતાની હોંશિયારીથી તેણીનું મન પારખી લીધું અને ગુણશ્રીનું સ્થાનાદિક સર્વવૃત્તાંત પ્રથમથી તેણના જાણવામાં હતું, તેથી તેણીએ કહ્યું.
હે મદનવતી ! આ કામદેવ શ્રેષ્ઠિને પુત્ર ગુણચંદ્ર નામે પ્રસિદ્ધ છે. લાવણ્યની ખાસ મૂતિ તેમજ વિનયમાં તે પ્રધાન છે.
વલભીપુરથી વેપારની ઈચ્છાથી અહીં આવેલ છે. તારા પિતાને એની ઉપર બહુ પ્રેમ છે.
વળી કલાકેલિમાં નિપુણ તે ગુણચંદ્ર તારા પિતાના આગ્રહથી હંમેશાં આ માગે થઈને આનંદપૂર્વક રાજસભામાં જાય છે.
ફુરણાયમાન તરૂણ રૂપી ઉત્તમ વૃક્ષોથી વિભૂષિત આ નગરરૂપી નંદનવનમાં શારીરિક લહમીવડે હાલમાં આ કુમાર કલાવૃક્ષ સમાન દીપે છે.
ફાર સુગંધથી ભરેલા કમલની માફક એના ગુણે વિદ્વાનેના વર્ણન કરવાથી કોના શ્રવણ ગોચર નહીં થયા હોય ?
રવિણ ચંદ્રને જેમ જે સી એને પરણે, તે સ્ત્રીને જ હું ભાગ્યના વૈભવવડે ધન્ય માનું છું.