________________
૮૮
કુમા૨પાળ ચરિત્ર
એ પ્રમાણે પિતાની સખીના મુખથી ગુણશ્રીના ગુણે સાંભળી મદનવતી તેની ઉપર, વિશેષ રાગવાળી થઈ. “યૌવનથી ઉમત્ત થયેલાઓનાં મન પ્રાયે વિવેકહીન થાય છે.” અન્યથા તે સ્ત્રી ગુણથી ઉપર કેવી રીતે રકત થાય ? અથવા આ દેશ યૌવનવયને નથી, ખરેખર દૈવને જ છે. કારણ કે “જે દૈવ અયોગ્ય સ્થાનમાં પણ ચિત્તને બળાત્કારે વિમૂઢ બનાવે છે.”
ત્યારબાદ તે મદનવતી ગુણચંદ્રના અનેક ગુણોનું વારંવાર સમરણ કરી કામાતુર થઈ ગઈ અને કરગૃહસ્તીની જેમ મહામોહરૂપી અગાધ કાદવમાં ડુબી ગઈ.
વિરહ વેદનાને લીધે નાન, અંગવિલેપન, તાંબૂલ, ગીત, નૃત્ય અને ઉત્સવાદિ પણ વિષની માફક તેણને દુઃખ દાયક થયાં, એટલું જ નહીં પણ કામદેવના પ્રતાપથી ઉત્પન્ન થયેલે તાપ તેણીને એટલો પડવા લાગ્યું કેદેવની પ્રતિકુળતાથી જેમ દરેક ઉપાયે તે પીડાને શાંત કરી શકયા નહીં.
વિરહીજનેના શરીરમાં રહેલે તાપ પાણી, કમલ, જળથી ભીંજાએ વીંજણે, ચંચન, કરણ અને ચંદ્ર વગેરે
અતિ શીતલ પદાર્થોથી પણ શાંત થતું નથી, ઉલટો અતિશય વૃદ્ધિ પામે છે, તે આ વિષમ તાપને વેદ્ય લેકે કેવી રીતે દૂર કરે?
વિરહમાં આવી પડેલી ચક્રવાકીની માફક વિલવ બનેલી મદનવતીને જોઈ નામ અને ઉકિતથી પણ પ્રિયંવદા તેની સખીએ પોતાની હોંશિયારીથી તેને એકાંતમાં જઈ કહ્યું,
તારા શરીરે અતિ દુઃસાધ્ય શું વ્યાધિ થયો છે? શું કઈ માનસિક ચિંતા થઈ છે? જેથી તું ગ્રીષ્મ ઋતુવડે વેલડી જેમ બહું શોચનીય દશાને અનુભવે છે.
મદનવતી બોલી. હે સખી ! હું જ્યારે ગવાક્ષમાં બેઠી હતી, તે સમયે સૂર્ય સમાન તેજસ્વી જે કુમાર મારી દૃષ્ટિગોચર થે, તેના જેવાથી જ કમલિની સમાન મારી દૃષ્ટિ આનંદથી પ્રફુલ્લ થઈ ગઈ અને તેના માટે જ હું આવી દુર્દશામાં આવી પડી છું.