________________
૧૦૦
કુમારપાળ ચરિત્ર હું પાપાત્મા મારા પતિની પ્રાપ્તિ માટે અહીં આવી હતી, છતાં તેને પત્તો લાગે નહીં, માટે આપનાં પ્રસાદથી ભવાંતરમાં મને તેજ પતિ પ્રાપ્ત થાઓ એવી મારી પ્રાર્થના છે.
તે સાંભળી સમરસિ હ વિગેરે સર્વ લોકો હાહાકાર કરવા લાગ્યા અને જેટલામાં ગુણશ્રી ચિતા પ્રવેશ કરે છે, તેટલામાં તેમણે તેને રોકી રાખી અને શાંત પાડી.
તેવામાં લેક મુખથી તે વાત સાંભળી વિહૂવલ થયેલ પુણ્યસાર અશ્રુ પ્રવાહવડે પૃથ્વીને ભીજાવતે ત્યાં આવ્યા.
ગુણશ્રીના પરિવારની યેજનાથી અને પિતાના સ્નેહની બહું લાગણીને લીધે કૃપાસાગર તે પુણ્યસાર તેને કહેવા લાગ્યા.
હે મિત્ર! અગ્ય કામ કરવાને કેમ તે આરંભ કર્યો છે?
તારા સરખા કઈ વિદ્વાને આવું કાર્ય કર્યું નથી. હંમેશાં તું મારી સાથે વાતચિત કરે છે, તેમજ મારાથી તારે કાંઈ પણ ગોપનીય નથી. માટે સત્ય હકીકત તું જાહેર કર. અનિમાં પ્રવેશ કરવાનું શું
કારણ છે ?
વળી હે મિત્ર! મરણનું કારણ કહ્યા સિવાય જે તું મરીશ તે હું પણ જરૂર તારી પાછળ પ્રાણ ત્યાગ કરીશ, એવી મારી પ્રતિજ્ઞા છે.
निवारयति पातकात् , दिशति मार्गमत्युज्ज्वल, ___ न मर्म वदति क्वचित् , प्रकटयत्यशेषान् गुणान् । समुद्धरति संकटात् वहति हर्ष मत्युन्नतौं,
सह त्यजति जीवितं, स्फुरति मित्रकृत्यं मदः ॥ १॥
પાપથી નિવારે છે. વિશુદ્ધ માર્ગને ઉપદેશ આપે છે. કોઈ પણ સમયે દેષને જાહેર કરતે નથી.
સમગ્ર ગુણેને પ્રગટ કરે છે. સંકટમાંથી ઉદ્ધાર કરે છે.
અસ્પૃદયમાં આનંદ માને છે અને સાથે જીવિતને પણ ત્યાગ કરે છે. આ પ્રમાણે મિત્રને ધર્મ પ્રસિદ્ધ છે.”
એમ કહી તેજ વખતે દઢ મનથી પુણ્યસાર ચિતાની અંદર કંપાપાત કરવાને તૈયાર થઈ ગયે.