________________
સખી બોધ
૯૭
સખીબોધ
જવલતા અગ્નિ ખીલા સમાન તે વાણીવડે ગુણશ્રીને પરિવાર બહુ વ્યાકુલ થઈ ગયો અને ગદગદ કંઠે તેને કહેવા લાગ્યો.
હજુ તમારી પ્રતિજ્ઞામાં સાત દિવસ બાકી રહ્યા છે. શોધ કરતાં ગમે ત્યાંથી પણ જરૂર તમારો સ્વામી મળી આવશે. અથવા દુર્ભાગ્યને લીધે કદાચિત પતિ ન મળે તે પણ તમારે આત્મઘાત કરે ઊચિત નથી. કારણ કે તેમ કરવાથી જીવની દુર્ગતિ થાય છે.
વળી આ દુર્લભ મનુષ્યભવ પામીને તમે વિશુદ્ધ ધર્મની આરાધના કરે. જેથી આલોકમાં સર્વ ઈષ્ટ પદાર્થ પ્રાપ્ત થાય અને પરલેકમાં સદ્ગતિ થાય.
દરેક ભવમાં પતિ મળે છે, પરંતુ ધર્મ અત્યંત દુર્લભ હેય છે, કારણ કે, દરેક પર્વતેમાં પાષાણુના ઢગલા હેય છે, પણ પદ્યરાગમણિ તે કવચિત જ હોય છે. એમ સમજી તું મૃત્યુની બુદ્ધિ છેડી દે અને ધર્મ કાર્યમાં મનને સ્થાપન કર. સ્વજનનું કહેવું માન્ય કર. અને પિતાના જીવિતનું રક્ષણ કર.
તે સાંભળી ગુણશ્રીની ભ્રકુટી ખસી ગઈ અને પિતાના પરિવારને કહેવા લાગી.
શું મારા મનને તમે નથી જાણતાં ? જેથી તમે એવી રીતે બોલે છે? આજ સુધી જ મળે નહીં તે હવે કયાંથી મળે?
આખા જન્મમાં જે કાર્ય સિદ્ધ ન થયું, તે મરણ કાલમાં કયાંથી સિદ્ધ થાય ? સ્વામીની અપ્રાપ્તિ થવા છતાં પોતાની પ્રતિજ્ઞાન ભંગ કરી હું કેવી રીતે જીવું?
એક દુઃખ પતિને અભાવ અને બીજુ દુખ વાણીની અસત્યતા. મારા સ્વામીથી પણ સત્ય વચન મને ઘણું જ વહાલું છે. હવે જે પ્રતિજ્ઞાને ભંગ થાય તે સત્ય કેવી રીતે સચવાય ?
आपत समापततु संपदपैतु दुर', ___ ज्ञातिःपरित्यजतु सर्पतु चापकीर्तिः । ભા.-૨ ૭