________________
સમરસિંહ સમાગમ
૮૫ વલભીનગરમાંથી બહાર નીકળી ગુણશ્રીએ પોતાના પિતાને કહ્યું કે, આજથી હવે “ગુણચંદ્ર' એવું મારું નામ લેકમાં પ્રસિદ્ધ કરવું.
ગુણશ્રી પુરુષને વેષ પહેરી ઉન્નત અધપર બેઠી. ઉન્મત સ્વારે વડે પિતાના અંગની માફક સર્વ સાથેનું રક્ષણ કરતી,
દાનેશ્વરીની માફક યાચકેને બહુ ઉમંગથી દાન આપતી અને પતિના લેકનું સ્મરણ કરતી તે ગોપગિરિની બહાર જઈ પહોંચી.
આ નગરને ધન્ય છે જેની અંદર મારો પતિ નિવાસ કરે છે, એ પ્રમાણે રોમાંચિત અંગવાળી ગુણશ્રી વારંવાર તે નગરને જેતી હતી. સમરસિંહ સમાગમ
ગપગિરિ નગરના અધિપતિ સમરસિંહરાજાએ ગુણશ્રીના ઉદાર દાનથી તુષ્ટ થએલા માગધ લોકોના મુખેથી સાંભળ્યું કે
વલભીપુરથી કામદેવ શ્રેષ્ઠીને ગુણચંદ્રનામે ગુણવાન પુત્ર સવારમાં નગરની અંદર આવનાર છે.
તે જાણી ભૂપતિએ તેને સન્માન આપવા માટે પિતાના પ્રતિબિંબ સમાન મંત્રીઓને ઉત્સાહપૂર્વક ગુણશ્રી–ગુણચંદ્રના સામા મોકલ્યા.
ગુણશ્રીએ પોતે પ્રેમપૂર્વક મંત્રીઓની એવી બરદાસ કરી કે, તેના ગુણેથી આકર્ષાઈને તેઓ તેના જ હેય તેમ થઈ ગયા.
પોતાના સાર્થને નગરની બહાર નિવાસ કરાવીને નષધારિણી ગુણશ્રી પ્રધાનો સાથે સમરસિંહરાજાને મળવા માટે ગઈ. પિતાના દેશનાં અનેક દિવ્ય ઉપાયન ભેટો અને અલૌકિક વિનયાદિક ગુણો વડે રાજાને બહુ ખુશી કર્યો.
રાજાએ પણ પોતાના મહેલની નજીક તેને રહેવા માટે ઉતારે આપે તેમજ અતિથિને ઉચિત બહુ સારા સકારેવડે રાજાએ આગતાસ્વાગતા કરી, જેથી ગુણશ્રી બહુ પ્રસન્ન થઈ, ત્યાં રહેવું પણ તેને પ્રસન્ન પડયું.