________________
કામદેવ પ્રતિબંધ
પ્રથમ તમને આ ઉત્તમ પ્રકારને વર જેણે આપ્યું હતું, તે ગણપતિ જે ફરીથી તે વર લાવી આપશે. ચિંતા કરશે નહીં અને હું પણ તેને માટે હાલમાં જ તેની આરાધના કરું છું. એમ કહી પિતાએ મહામુશીબતે પુત્રીઓને શાંત કરી.
હવે સરસ્વતી સમાન હોંશીયાર ગુણશ્રી શેકને કંઈક શિથિલ કરી પિતાના મનમાં વિચાર કરવા લાગી.
સુંદર આકૃતિવડે જેની બુદ્ધિને પ્રભાવ દીપ હતો, તે પતિએ કેઈ કારણને લીધે અમારે ત્યાગ કર્યો, પરંતુ પોતાનું સ્વરૂપ જણાવ્યા વિના તે અહીંથી જાય નહી.
વળી જતી વખતે તે બહારના દ્વારા આગળ થેડે સમય કાર્યો હતો, તે ઉપરથી નિશ્ચય થાય છે કે,
પિતાની જાણ માટે તેણે કંઈક લેખ લખ્યું હશે. હું તપાસ તે કરું, એમ ધારી ગુણશ્રી એકદમ ઉઠીને દ્વાર આગળ ગઈ. અને ત્યાં જોયું તે ભારવટપર લખેલે એક શ્લેક તેણના જોવામાં આવ્યું.
क स गोपगिरि केय, वलभी क विनायकम् । दूरादेत्य कुमारोऽत्र, परिणीय कनी ययौं ॥ १ ॥
તે ગે પગિરિનગર કયાં ? અને કયાં આ વલભીપુરી? તેમજ ગણપતિને સમાગમ કયાંથી? દૂરથી કુમાર અહીં આવી કન્યાઓને પરણીને ચાલ્યા ગયે.”
પતિના દર્શનસમાન તે લેકના દર્શનથી બહુ આનંદ માનતી ગુણશ્રીએ બુદ્ધિપ્રભાવવડે તેના અર્થ ઉપરથી સાબીત કર્યું કે,
રૂપમાં કામ સમાન તે અમારે પતિ જરૂર ગોપગિરિને રહીશ હવે જોઈએ અને ત્યાંથી તેને ગણપતિ અહીં લાવ્યા હશે.
અમારા ચાતુર્યની પરીક્ષા માટે આ લેક લખી અમને અહીં મૂકીને તે પોતાને ઘેર ગયે છે.
અહો! તેની ધુર્તતામાં કંઈ બાકી નથી. એ પ્રમાણે ગુણીએ પતિ સ્થાનને નિશ્ચય કરી પોતાના પિતાને