________________
કુમારપાળ ચરિત્ર પુત્રીઓના કહેવાથી તે વાત કામદેવ શ્રેષ્ઠીના જાણવામાં આવી. પછી તેણે સર્વ નગરમાં તપાસ કરાવી, પરંતુ માર્ગમાં ગુમાવેલા રનની માફક પુણ્યસારનો પત્તો મળે નહીં, તેથી દુખસાગરમાં નિમગ્નની માફક શ્રેષ્ઠી બહુ દુઃખી થઈ ગયે.
તેની આઠે કન્યાએ પતિના વિયેગથી બહુ અશુપાત કરવા લાગી. અને પ્રાણ લુંટાયાની માફક અતિશય વિલાપ કરવા લાગી.
હા કાંત ! હા મને વિશ્રાંત સ્થાન ! હા ગુણશ્રેણિ સવ! હા અમૂ! હા પ્રાણાધાર ! હા હારનિર્મલ!
તમે અમને પરણીને વરીની માફક તજી દીધી, તે શું કુવામાં નાંખીને દોરડું કાપવા બરોબર ન કર્યું?
નલરાજાએ પણ બહુ દુઃખી થઈને પોતાની સ્ત્રીને ત્યજી હતી. પરંતુ તમે તે વિના કષ્ટ અમારે ત્યાગ કર્યો છે. અહો ! આ તમારૂં પુરુષાતન કેવું?
અમે પરમાત્માની માફક આપની સેવામાં બહુધા હાજર હતી, છતાંયે હે નાથ ! મુમુક્ષુની માફક આપે અમારી તરફ દષ્ટિએ ન કરી.
અમારા મંદભાગ્યને લીધે તમારા સરખો પતિ અમને કયાંથી મળે ?
કડવી તુંબડીની વેલીઓને કલ્પદ્રુમને સમાગમ દુર્લભ હોય છે.
રે પ્રાણે ! હવે તમે ચાલ્યા જાઓ. રે જીવ ! તું પણ જલદી ચાલ્યા જા.
રે હૃદય ! હવે તારી પણ કંઈ જરૂર નથી, બલાત્કારે બળી જા. રે દેહ ! તું બળીને ભસ્મ થઈ જા,
જો કે તમારા સર્વને સ્વામી તે પુણ્યસાર તે કોઈપણ સ્થળે ચાલ્યા ગયે, તે હવે તેના વિના તમે અહીં રહીને શું કરવાના છે ? કામદેવ પ્રતિબંધ
કામદેવશ્રેણી રૂદન કરતી પિતાની પુત્રીઓને કહેવા લાગ્યા. હે પુત્રીઓ ! હવે તમે વરને માટે દુઃખી થશો નહીં.