________________
૫૨
કુમારપાળ ચરિત્ર આ પ્રમાણે સિદ્ધના ઉપદેશવડે રાક્ષસને બંધ થયે. પછી સિદ્ધ સ્તંભનથી તેને મુકત કર્યો.
બંને ઉંટડીઓને સ્ત્રી બનાવી રાક્ષસે સુમિત્રને કહ્યું. આ બંને સ્ત્રીઓને તું ગ્રહણ કર તેમજ વિશાલ સમૃદ્ધિથી સુશોભિત તે સુભદ્રપુરને વસાવી તેનું રાજ્ય પણ તું સુખેથી ભગવ.
તારી ઉપર સર્વથા હું પૈર ત્યાગ કરૂ છું.
એમ કહી અતિશાંત બુદ્ધિને અનુસરતે રાક્ષસ સિદ્ધ, સુમિત્ર, તેમજ બંને સ્ત્રીઓને ક્ષમાવીને પોતાનું દીવ્ય સ્વરૂપે પ્રગટ કરી અંતર્ધાન થઈ ગયે.
ત્યારબાદ સુમિત્ર સિદ્ધને કહેવા લાગે,
આપના પ્રસાદરૂપી રસાયનેએ આ રાક્ષસ રૂપી સંનિપાતના ભયથી મને જીવાડે છે. હું માનું છું કે, વિધિએ સર્વ વિદ્યાઓ અને સર્વશ્રેષ્ઠ કલાઓ એકઠી કરી આ તમારું શરીર બનાવ્યું છે, અન્યથા આવી શકિત કયાંથી હોય?
આજ સુધી મેં ઉપકારની મૂર્તિ સાંભળી નહતી, પરંતુ હાલમાં આપના દર્શનથી તે મૂર્તિમાન છે, એમ મને નિશ્ચય .
ત્યારપછી તે સિદ્ધની આજ્ઞા લઈ ફરીથી સ્ત્રીઓને ઉંટડીઓ બનાવી, તે ઉપર આરૂઢ થઈ સુમિત્ર આનંદથી મહાશાલ નગરમાં ગયા.
ત્યાં તેણે કેટલાક મણિ વટાવીને એક મોટી ભવ્ય હવેલી ખરીદી. પછી બંને સ્ત્રીઓ સાથે તેણે લગ્ન કર્યું. બુદ્ધિવૈભવથી ઈચ્છા મુજબ ભોગવિલાસમાં તે દિવસે વ્યતીત કરવા લાગે.
પૂર્વભવમાં સંપાદન કરેલું જેનું પુણ્ય ચિંતામણિ સમાન જાગ્રત હોય છે, તેને દેવની માફક સર્વ ઈચ્છિત વસ્તુ સુલભ થાય છે. રાતિસેનાવિલાપ
હવે તે રતિસેના વારાંગનાએ પણ પિતાના પતિ-સુમિત્રનું અનાગમન જેઈ સર્વ નગરમાં અને બહાર પોતાની દાસીઓ પાસે તેની શેષ કરાવી, પરંતુ કેઈ ઠેકાણે તેને પત્તો મળે નહીં.