________________
કુમારપાળ ચરિત્ર “હે રવામિ ! આપ સંબંધી કપેલી મારી સ્મૃતિએ પણ માર્ગમાં બાળવાની ઈચ્છાવડે પ્રગટ થયેલી વિશાલદાવાનલની જવાલાઓને ક્ષણમાત્રમાં નિવૃત્ત કરી છે.
હે ભગવન્! હાલમાં મહાન ભાગ્યબલવડે આપ પ્રાપ્ત થયા છે, માટે મેઘની માફક સંસારરૂપ અગ્નિથી પ્રગટ થયેલ અમારા તાપ પ્રબંધને સર્વથા આપ દૂર કરો.”
એ પ્રમાણે સ્તુતિ કરી ફરીથી નમસ્કાર કરી વીરાંગદરાજા સભાની આગળ હાથ જોડી બેઠો. ધર્મદેશના
ત્યારબાદ અશ્વસેનરાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથ ભગવાને ધર્મદેશના પ્રારંભ કર્યો, देहः सैकतगेहवत् तरुणता शैलापगापूरव
लक्ष्मीः स्त्रैणकटाक्षवत् प्रणयिनीसंगस्तडिद्दण्डवत् । ऐश्वर्य खलमैत्र्यवत् परिजनस्नेहः पताकाग्रवत् ,
सौख्य वारितरंगवच्छ्वसितमप्यंभोदवच्चञ्चलम् ॥ १ ॥
છે રેતીના ઘરસમાન દેહ છે. પર્વતમાંથી નીકળતી નદીના પૂર સમાન યૌવન છે.
સ્ત્રીઓના કટાક્ષ સમાન લક્ષમી છે. વીજળીના ચમકારા સમાન સ્ત્રી સંગતિ છે.
ખુલપુરુષની મૈત્રી સમાન એશ્વર્યા છે. પતાકાના અગ્રસમાન પરિ. વારને સ્નેહ છે.
જળતરંગસમાન આ દુનિયાનું સુખ છે તેમજ જીવન પણ મેઘની માફક ચંચલ છે. ”
માટે બૌદ્ધમતની માફક સર્વ જગતને ક્ષણિક જાણીને અક્ષયનિધાન સમાન એક ધર્મનું જ તમે આરાધન કરે.
જલવડે વૃક્ષ જેમ નિસીમ સુખને પ્રગટ કરનાર બંને લેકને. મહાન ઉદય માત્ર એક ધર્મવડે જ ઉલાસ પામે છે.