________________
કુમારપાળ ચરિત્ર મદનવતીએ મારું અપમાન કર્યું, માટે હવે સરસ્વતીનું આરાધન કરી વિદ્યા પ્રાપ્ત કરવી. એ નિશ્ચય કરી તેણે ત્રણ દિવસના ઉપવાસ કર્યા. પુષ્પ અને કપૂર આદિકવડે નગરની બહાર રહેલી વિદ્યા અધિષ્ઠાત્રી દેવીનું આરાધન કર્યું.
મૂતિમતી સર્વવિદ્યા હોયને શું ? તેમ પ્રત્યક્ષ થઈ સરસ્વતી દેવી બેલી.
હે વત્સ! તારી ઉપર હું પ્રસન્ન થઈ છું. બોલ! તને શું આપું.
પુણ્યસારે દેવીને નમસ્કાર કર્યો અને મદનવતીએ કરેલા અપમાનનું સંવ વૃત્તાંત નિવેદન કર્યા બાદ તેની પ્રાપ્તિ કરાવનારી અનવધ વિદ્યાની યાચના કરી.
હે સરસવતી બોલી. સુભગ ! તારૂ પુણ્ય બહુ મેટું છે, માટે તે પુણ્યને લીધે અભ્યાસથી જેમ પાંડિત્ય જેમ તારો મનોરથ સિદ્ધ થશે. એમ કહી તેણીએ એક લોક કહ્યો.
" यदाशाया न विषय, दुर्घट च जनेन यत् । तदप्यारोपयत्याशु, प्राकू पुण्य प्राणिनां करे ॥ १ ॥"
“પ્રાચીન પુણ્યને પ્રભાવ એ છે કે, જેની આશા પણ ન થઈ શકે તેમજ જે પ્રાણીઓને દુર્ઘટ હોય તેવી વસ્તુ પણ અનાયાસે જલદી મનુષ્યના હસ્તચર થાય છે.”
આ લેકનું હંમેશાં તારે હૃદયમાં ધ્યાન કરવું. એમ કહી દેવી અદૃશ્ય થઈ ગઈ. અને પુણ્યસાર પણ પિતાને ઘેર ગયે.
સ્વાર્થ સાધવામાં સમર્થ એવા તે શ્લોકને અર્થ સારી રીતે વિચારીને પુયસાર હંમેશાં કમલમાં જેમ રાજહંસ તેમ પુણ્યમાં જ આનંદ માનતે હતો. એમ કેટલોક સમય તેને વ્યતીત થયે.
ત્યારપછી તે વિટપુરુષના સમાગમથી તેમની સાથે ફરતે અને નગરની અંદર વિવિધ પ્રકારનાં કૌતુક જેવા લાગે.