________________
પુણ્યસાર તિરસ્કાર
મારા જીવિતને ધિક્કાર છે. પાતાના ઘરમાં મે' કલેશ ઉત્પન્ન કર્યાં. કોઈ ચાકરને પણ ન થાય, તેવા પિતા તરફથી મને ધિક્કાર મળ્યે, સમુદ્રને ઉલ્લાસ આપતા ચંદ્ર જેવા કોઇ કલાનિધિ સુપુત્ર પિતાની સમૃદ્ધિ વધારે છે. હું તે સૂર્યના પુત્ર શનિ જેમ પેાતાના પિતાના સંતાપ કરનાર કુપુત્ર થયા છેં.
કાઈ પણ દેશાંતરમાંથી તેટલુ ધન લાવીને પિતાને આપું અને પ્રાણાંતમાં પણ ફરીથી આવું કૃત્ય હું કરીશ નહીં.
એમ નિશ્ચય કરી સરસ્વતીએ આપેલા લેાકા ના વિચાર કરતા કુમાર અભિમાનને લીધે મધ્યાહ્ન પછી નગરમાંથી નીકળી ગયા. કચે રસ્તે જવુ ? તેનું ખીલકુલ તેને જ્ઞાન નહાતું, છતાં પણુ પુણ્યની પ્રેરણાને લીધે બુદ્ધિમાન પુણ્યસાર પશ્ચિમદિશા તરફ ચાલ્યા. સુકેામલતાને લીધે ચાલવું ઘણું અશકય થઈ પડયું.
193
અરણ્યપ્રદેશના અનુભવ કોઈ સમયે પણ થયેલે નહીં. બહુ સુશીખતે ચાર કેશ ચાલ્યા એટલે સૂર્યાસ્ત થયા.
લાંબે વખત કઈ પણ સ્થળે હું નિવાસ કરતી નથી, એમ ડાહ્યા માણસાને બેધ આપતી હાય, તેમ લક્ષ્મીદેવીએ પદ્મોના ત્યાગ કરી કુમુદનુ સ્થાન લીધુ.
પુણ્યસાર ચક્રવાક અને વિરહાતુર સ્ત્રીએના હૃદયમાંથી નીકળેલાં દુઃખા હાયને શુ ? તેમ અંધકારથી જગત ભરાઈ ગયું.
હાલમાં કુમાર શુ કરે છે ? તે જોવા માટે તારાઓના મિષથી આકાશ વિકસિત નેત્રવાળું હોય તેમ હું માનું છું..
ચારે તરફ અ ંધકાર ફેલાઈ ગયા. જેથી આગળ જવાને કુમારની શક્તિ રહી નહી. તેવામાં તે રસ્તામાં એક વડ આવ્યા. તેના કોટરપેલાણમાં તે છુપાઈ ગયે..
કામા યક્ષિણી અને કમલાદેવી
હવે તેજ વડની અંદર કામા નામે કોઈ યક્ષિણી રહેતી હતી. તેને મળવા માટે તે સમયે કૅમલા નામની એક દેવી ત્યાં આવી. તેને આવતી જોઈ કામા યક્ષિણી ઉભી થઈ મેલી.