________________
ગણપતિ આરાધના
૭૫ હવે શું કરવું ? એમ ચિંતવતા તેણે ગણપતિની વિધિ પ્રમાણે આરાધના કરી.
ગણપતિએ પ્રત્યક્ષ થઈ શ્રેષ્ઠીને કહ્યું. તારી ઉપર હું પ્રસન્ન થયે છું. તારે જે કરવાનું હોય, તે તું કહે, હું તૈયાર છું.
શ્રેષ્ઠી છે. મારી પુત્રીઓને યોગ્ય વર આપ. ક્ષણમાત્ર ધ્યાન કરી ગણપતિએ કહ્યું.
તારી આઠે પુત્રીઓને આનંદ આપનાર ગુણવાન સાર એક જ વર થશે. તું ઘેર જા કન્યાઓના વિવાહની સામગ્રી તૈયાર કર. લગ્ન સમયે કામદેવ સમાન તેજસ્વી વચ્ચે હું લાવીશ.
એ પ્રમાણે દેવની આજ્ઞાથી કામદેવશ્રેષ્ઠી પિતાના સેવક પાસે વિવિધ પ્રકારના અલંકાર, પિશાક અને સુંદરમંડપ વિગેરેની તૈયારી કરાવવા લાગે.
તેમજ ખાદ્યાદિક ભેજ્ય પદાર્થોના તેવા ઢગલા કરાવ્યા છે, તે જોઈ લેકાને પર્વતને ભ્રમ થવા લાગે.
માંગલિક દિવસે સાત મૃત્મય પાત્રમાં ઝવેરા વાવીને પૌરાંગનાઓ સુંદર ધવળ મંગળ ગાવા લાગી.
પિતાના કુલની સ્ત્રીઓએ કન્યાઓને હાથે ઊર્ણમય મંગળ સૂત્ર બાંધ્યું.
બાદ ર્વાણ સમાન કાંતિમય આઠે કન્યાઓને પીઠી ચોળી, તેમજ માંગલિક કલશ રૂપી સ્તન છે જેના, તેરણ રૂપી ભ્રકુટી છે જેની અને મધ્યભાગમાં કૃશપણાને ધારણ કરતી જાણે બીજી કન્યા હેય ને શું? તેમ લગ્નવેદિક તૈયાર કરાવી.
પછી પોતાની કુમારીકાઓને કુલાંગનાઓ પાસે સ્નાન કરાવી અલંકાર પહેરાવી વરની વાટ જોઈ કામદેવશ્રેષ્ઠી મંડપમાં બેઠે છે.
હાલમાં તે શ્રેષ્ઠીની આઠે પુત્રીઓનું વર વિના પાણિ ગ્રહણ થાય. છે, એ આશ્ચર્ય વલભીપુરમાં સાંભળીને તે સર્વ હકીકત દષ્ટિ ગોચર કરી હૃદયમાં વિસ્મય પામતી હું અહીં તારી પાસે આવી છું.