________________
७४
કુમારપાળ ચરિત્ર સખિ ! હાલમાં તું કયાંથી આવી ? કંઈ કૌતુક જોવામાં આવ્યું હોય તે તું નિવેદન કર.
કમલા બોલી. મારા સ્થાનભૂત સુવર્ણ દ્વીપમાંથી હું તને મળવા માટે આકાશમાર્ગે ચાલી આવી છું.
| વિચિત્ર પ્રકારની ભૂમિનું નિરીક્ષણ કરતી સુરાષ્ટ્રદેશના અલંકાર સમાન વલભીપુરમાં હું આવી. ત્યાં જે કંઈ મારા જેવામાં આવ્યું છે, તે હું કહું છું. કામદેવ શ્રેષ્ઠી
વલભીપુરીમાં અતિ મનહર કાંતિમય કામદેવનામે શ્રેષ્ઠી છે. તે રૂપમાં કામદેવ સમાન દીપે છે. જેણે શ્રેષ્ઠ વસ્તુઓથી ભરેલાં પોતાનાં ઘરમાં જ લદ્દમીનું વિવિધ સ્થાનમાં સંભ્રમણનું ચાપલ્ય પૂર્ણ કર્યું છે.
ગુણવડે લમસમાન લક્ષ્મી નામે પિતાની સ્ત્રી સાથે સુખ જોગવતાં કામદેવને અનુક્રમે અભીષ્ઠ આઠ પુત્રીઓ થઈ,
ધનશ્રી, સમરશ્રી, નાગશ્રી, વિમળશ્રી,સમશ્રી, કમલશ્રી, સુંદરશ્રી અને ગુણશ્રી.
આઠે પુત્રીઓ સર્વકલાસંપન હતી, તેમજ તરૂણ અવસ્થાથી વિભૂષિત રૂપમાં દેવાંગના સમાન તેઓ દેવેને પણ મોહિત કરતી હતી.
વળી વિભ્રમ-વિલાસરૂપી મેઘથી વ્યાપ્ત તેમજ ઉલાસ પામતા લાવણ્ય રૂપી જલવડે પલ્લવિત થયેલા તે તે ગુણરૂપી વૃક્ષોથી વિભૂ ષિત, તે કુમારીઓના યૌવન રૂપ વનમાં પરિભ્રમણ કરતા કામરૂપી. પારધી ચંચલ એવી તેમની ભ્રકુટી રૂ૫ ધનુષમાંથી નીકળતા કટાક્ષરૂપ પ્રખર બાવડે કયા કામુક મૃગલાઓને મારતો ન હતો ? ગણપતિ આરાધના
કામદેવશ્રેષ્ઠી કન્યાઓના સમાન ગુણવાળા વરેની તપાસ કરવા. લાગે, પરંતુ તેવા ઉત્તમ ગુણ વરોની કેઈ ઠેકાણે પ્રાપ્તિ થઈ નહીં. તેથી તે બહુ ચિંતામાં પડે.