________________
૭૮
કુમારપાળ ચરિત્ર અંગસંમર્દન, આલાપ અને પુછપ પત્રાદિક આપવાવડે સ્ત્રીઓએ બહુ લેભાગે, તે પણ પુણ્યસાર પાષાણુની માફક બીલકુલ ભેદાયે નહિ. પરંતુ મેહિતની માફક તે વિચારમાં પડે કે; પુણ્યની રચના બહુ અદ્ભુત છે, કારણ કે જે પુણ્ય પ્રાણીઓના દુર્ઘટ વસ્તુને પણ ક્ષણ માત્રમાં ઘટાવી દે છે.
અહો ! તે ગે પગિરિનગર કયાં? અને આ વલભીપુર કયાં? તેમજ તે નગરવાસી હું કયાં? અને આ શેઠની કન્યાઓને સંબંધ કયાં ?
પરંતુ પિતાનો ઠપકે અને દેવીને સમાગમ વિગેરેથી આ સર્વ મારા પુણ્યને જ પરિણામ છે. હું માનું છું કે, સરસ્વતીદેવીને શ્લેક પણ હાલમાં આ કાર્યવડે સત્ય થયા. દેવતાનું વચન કદાપિ મિથ્યા થાય નહીં.
આ સ્ત્રીઓનું ચાતુર્ય જાણવા અને પિતાની ઓળખાણ માટે એક કલેક લખીને હું જાઉં.
તે લેકવડે આ સ્ત્રીઓ મને જાણે છે કે નહીં? એ પ્રમાણે પુણ્યસાર ધ્યાન કરતે હતો.
તેટલામાં તે મંદિરમાંથી કુમારને પ્રયાણ કરાવવાની ઈચ્છાથી જેમ રાત્રી પલાયન થવાની ઈચ્છાવાળી થઈ. પુણ્યસાર પ્રયાણ
વિવાહનાં આભૂષણેને ધારણ કરતે કુમાર ધનાદિક સંપત્તિને ત્યાં જ પડતી મૂકી શૌચ નિમિત્તે ત્યાંથી બહાર નીકળે.
આઠમી ગુણશ્રી નામે સ્ત્રી સ્વામિભકિતમાં બહુ જ દઢ હતી, તેથી તે હાથમાં પાણીની ઝારી લઈ તેની પાછળ ગઈ.
કુમાર બહારના દ્વારના આગળ આવ્યા. ગુણાશ્રીનાં દેખતાં જ તે દ્વારના ભારવટ ઉપર પિતાને જણાવવા માટે એક શ્લેક તેણે લખે.
ત્યારપછી તે પ્રથમ સંકેત કરેલા સ્થાનમાં ગયે. ત્યાં બંને દેવીઓ તેની વાટ જોઈ બેઠી હતી. તેમને સમાગમ થયો. વિવાહનાં ચિન્હ જોઈ દેવીઓ બેલી.