________________
૬૮
કુમારપાળ ચરિત્ર
સુદર કાંતિમય ધનશ્રી નામે તેની સ્ત્રી હતી. પેાતાની કાંતિવડે લાવણ્ય સ'પદ્માએની અધિષ્ઠાત્રી દેવી હોય ને શું? તેમ તે દીપતી હતી. તિ અને કામદેવ સમાન અખંડ સુખ ભાગવતાં તેએના આનંદ દાયક કેટલેક સમય ચાલ્યેા ગયા.
:
એક દિવસ અપત્ય-સંતાનની ચિંતારૂપ અગ્નિવર્ડ તપી ગયેલ બંને સ્ત્રી પુરુષ · અગણ્ય પુણ્યથી સર્વાસિદ્ધિ થાય છે” એવાનિ યથી અમારિ–હિં સાનિષેધ, ખીમાચન, ચૈત્યવિધાન અને દેવપૂજન આદિક પેાતાના ચિત્તની માફક વિશુદ્ધ અને અતિશય ધર્મારાધન કરતાં હતાં. તેના પ્રભાવથી ધનશ્રી અને ધનસારને એક પુત્ર થયા. શરીરની કાંતિવડે જાણે ખીજો કામદેવ હાય તેમ તે શાભતેા હતેા. પુણ્યસાર અને મદનવતી
પ્રથમ પુત્ર નહી. હાવાથી ધનસાર અને ધનશ્રીને પુત્ર થવાવડે જે હષ થયા, તેની આગળ સમુદ્ર પણ ગેષ્પદ સમાન હું માનું છું. બાદ માતાપિતાએ પેાતાની શકિત પ્રમાણે પુત્ર જન્મને મહેાત્સવ કરાજ્યે. પુણ્યસારવડે પુત્રના જન્મ થવાથી પુણ્યસાર તેનું નામ પાડયું. જયારે શ્રેષ્ઠીને ત્યાં પુત્ર જન્મ્યા, તેજ દિવસે સમરસ હરાજાને ત્યાં પણ પુત્રીના જન્મ થયે. ભૂપતિએ મદનવતી તેનું નામ પાડયું. ચંદ્રકલા જેમ પ્રતિદિવસે તે અધિકાધિક દીપવા લાગી.
બાલ્યવયમાં પણ તેણીની રૂપ સંપત્તિ જોઈ ચમત્કાર પામેલા કયા પુરુષા હર્ષાવેશને લીધે મસ્તકોને ન ધૂણાવતા ?
ત્યારબાદ રાજા અને શ્રેષ્ઠીએ પેાતાની પુત્રી અને પુત્રને એક જ ઉપાધ્યાયની પાસે વિદ્યાભ્યાસ માટે મૂકયાં. સ્ત્રીજાતિ હાવાથી સરસ્વતીએ કરેલા સાંનિધ્યથી જેમ મદનવતી ટુંક મુદ્દતમાં શાસ્ત્ર સમુદ્રની પાર ગામી થઈ.
પુણ્યસારકુમાર તે બાહ્યચાપલ્યની ક્રીડાઆવડે અભ્યાસથી કં ટાળેલેા હાવાથી કંઈપણ હાંશીયાર થયેા નહીં.
એક દિવસ ક'ઈક યૌવનવયમાં આવેલા શ્રેષ્ઠીપુત્ર-પુણ્યસાર તરૂણ અવસ્થાથી ચેાલતી મદનવતીને જોઇ કામાતુર થઈ ગયા અને તે આલ્યા.