________________
સમરસિંહરાજા
એક તરફ પૃથ્વીરૂપ સર્વસ્વદક્ષિણાવાળા સ ય અને અન્ય બાજુએ ભયમાં આવી પડેલા પ્રાણીને બચાવ કરે, તે બંને સમાન છે.”
વળી તેઓ કહે છે કે, “હે ભારત ! પ્રાણીઓની દયા જે કાર્ય કરે છે, તે સર્વ વેદ, સર્વે યજ્ઞ અને સર્વે તીથભિષેક પણ કરી શકતા નથી.”
હંમેશાં સેવન કરાતી ક૯૫વલ્લી સમાન આ કરૂણા–દયા પુણ્યસારની જેમ અપૂર્વ સમીહિત-ઈચ્છિતને આપે છે.
આ જબૂદ્વીપમાં ભરતક્ષેત્રની સંપત્તિનું વિભૂષણ શ્રીગે પગિરિ નામે સ્વર્ગપુરી સમાન નગર છે.
આ નગરમાં સમરસિંહ નામે રાજા હતા, બલવડે શત્રુરૂપ હાથીઓને હઠાવવામાં તે સાક્ષાત્ સિંહ સમાન હતે.
તેની કીર્તિરૂપ કાંતિ આગળ કપૂર કરતુરી સમાન શ્યામ, હંસ વાદળા સમાન, મૌક્તિકશ્રેણિ નીલમ રત્ન સમાન,
ચંદ્રકાંત મણિ લેહચુંબક સમાન, ચંદ્ર કાજળના બિંદુ સમાન, ગંગા નદી યમુના સમાન અને શંભુ કૃષ્ણ સમાન દપતા હતા. | દિવ્યલક્ષ્મીને ધારણ કરતા તે સમરસિંહરાજાને સમરશ્રી નામે સ્ત્રી હતી. તેના શરીરને વિકાસ લક્ષમી સમાન નિરવધિ હતે.
પવિત્ર બુદ્ધિમાન બુદ્ધિસાર નામે તેને મંત્રી હતે. ખરેખર હું જાણું છું કે જેની બુદ્ધિથી જીતાયેલે ગુરુ-બૃહસ્પતિ આકાશમાં રહ્યો છે.
વળી તેજ નગરમાં ઉત્તમ ગુણવાન ધનસાર નામે શ્રેષ્ઠી હતે. તે દરેક વેપારી વર્ગમાં મુખ્ય હતે. વિશેષ સ્કૂત્તિમય જેની કીર્તિ અને સંપત્તિઓ પણ સર્વદિશાઓમાં વ્યાપ્ત થઈ હતી. અને પરસ્પર એક બીજીની સ્પર્ધા કરતી હોય તેમ પ્રતિદિવસ તેઓ વધતી હતી.