________________
અર્ણોરાજપ્રયાણ
આ લોકમાં મેટો વૈભવ અને વિશાલ કુટુંબ ભલે હોય, પરંતુ ભવાંતરમાં સહાય કરનાર તે માત્ર ધર્મ જ થાય છે.
દેવપૂજા, દયા, દાન અને શુભધ્યાન વિગેરે પર્વભવમાં કરેલા સુકૃતનું જ આ ભવમાં તમને ફલ મળ્યું છે.
હાલમાં પણ તે અપૂર્વ પુણ્યાગ કોઈપણ પ્રાપ્ત કરે, જેથી વિહિત થઈને મુક્તિસ્ત્રી તમારી નજીકમાં આવે. શિવમુખ પ્રાપ્તિ
એ પ્રમાણે ધર્મોપદેશ આપી શ્રી પાર્શ્વનાથ પ્રભુ વિરામ પામ્યા. પ્રભુની દેશનામૃતનું પાન કરી સુમિત્ર સહિત શ્રીવીરાંગદરાજાએ દ્વાદશવ્રતમય શ્રાવકના વિશુદ્ધ ધર્મને સ્વીકાર કર્યો.
ચિંતામણિ સમાન શ્રાદ્ધધર્મની પ્રાપ્તિ થવાથી ભૂપતિ બહુ જ પ્રસન્ન થયા અને જિતેંદ્ર ભગવાનને નમસ્કાર કરી મહાશાલનામે પિતાના નગરમાં ગયે.
બાદ રાજા અને અમાત્ય બંનેએ અનેક ઉત્તગ મહર જિનચૈિત્યે બંધાવ્યા. અનેક પ્રકારના ભયવિનાશકના જિને દ્રબિંબ ભરાવ્યા.
તેમજ પવિત્ર તીર્થયાત્રાએ, પિતાના દેશમાં હિંસાનિવારણ, જિનમંદિરમાં ઉત્તમ પ્રકારની પૂજા અને સાધર્મિકજનેની સેવા વિગેરે ધર્મકાર્યોમાં ત૫ર થયા.
બાદ બહુ સમય રાજ્ય ભેગવી વીરાંગદનૃપ અને સુમિત્ર મંત્રીએ પિતાપિતાના પુત્રને પિતાના સ્થાનમાં બેસારી જિનમંદિરમાં અષ્ટાક્ષિક મહોત્સવ કરાવ્યા અને બંને જણાએ બહુ આનંદપૂર્વક શ્રીમદેવેંદ્રસૂરીશ્વરની પાસે મેક્ષલક્ષમીની પર્યાલોચના સમાન દીક્ષા ગ્રહણ કરી.
શુદ્ધભાવપૂર્વક તપશ્ચર્યા કરવા લાગ્યા. તપશ્ચરણરૂપ પ્રદીપ્ત દાવાનલવડે કુકર્મરૂપી અરણ્યને ટુંક સમયમાં ભસ્મ કરી કેવલજ્ઞાન પામ્યા,
અપૂર્વ આનંદથી પ્રેરાયેલા દેવેએ સ્વર્ગમાંથી આવી મહત્સવ કર્યો. વીરાંગદરાજષિ મિત્ર સહિત શિવસુખ પામ્યા. ભાગ-૨ ૫