________________
કુમારપાળ ચરિત્ર | માટે હે કુમારપાલભૂપાલ ! આ વીરાંગદરાજાના દષ્ટાંતથી રાજ્યાદિક એ સદ્ધર્મનું ફલ છે, એમ જાણી હમેશાં સત્યતાપૂર્વક તે ધર્મનું જ તું પાલન કર, જેથી મોક્ષ લક્ષમી સુલભ થાય.
पुण्यद्रोः फलमावेद्य, तन्मूलमथ जल्पितुम् ।
___ हेमाचार्योऽभ्यधाद्भूय-श्चौलुक्यनृपति प्रति ॥ १॥ સમરસિંહરાજા,
“શ્રીમાન હેમચંદ્રસૂરિએ પુણ્યરૂપી વૃક્ષનું ફલ નિવેદન કર્યું. હવે–પુણ્યકુમનું મૂળ કહેવા માટે ફરીથી કુમારપાલરાજા પ્રત્યે આરંભ કર્યો.”
અંકુરના ઉત્તમબીજની માફક પુણ્યનું મૂળ દયા છે,
પૃથ્વી આદિકની માફક સત્ય વિગેરે તેને સહાય આપનાર છે. દીન, હણાતા અને ભયમાં આવી પડેલા પ્રાણીઓનું પિતાના પ્રાણની માફક રક્ષણ કરવું, તે કારૂણ્ય–દયાધર્મ કહેવાય છે.
કલ્યાણ રૂપી વલીઓને કંદ, સર્વવત સંપાદાઓના પ્રાણ સમાન અને સંસારસમુદ્રની નકાપણુ દયા કહેલી છે.
તેમજ આ દુનિયામાં અદ્ભુત વૈભવદાયક દયાધર્મ કહે છે. વળી તે દયા મનુષ્યોને દીર્ધાયુષ આપે છે. શરીરને આરોગ્ય આપે છે. દેવાંગનાઓને ભેગવવા લાયક ભાગ્ય આપે છે.
તેમજ જગતમાં ઉત્તમ પ્રકારના ગુણ, અખંડિત બલ, સમૃદ્ધિમય રાજ્ય, ચંદ્રસમાન ઉજવલ યશ અને છેવટે સ્વર્ગ તથા મેક્ષ સંપત્તિ આપે છે.
આ દયાધમ સર્વ કેને સંમત છે. કેવળ જેને જ માને છે એમ નથી, પરતીથિકે પણ દયાધર્મને સ્વીકારે છે. વળી તેઓ કહે છે કે -
एकतः क्रतवः सर्वे, क्षेाणीसर्व स्वदक्षिणाः ।
अन्यतो भयभीतस्य, प्राणिनः प्राणरक्षणम् ॥ १ ॥