________________
રાક્ષસપરાજ્ય
પ૩
રતિસેનાને ત્રણ દિવસના ઉપવાસ થયા પતિ વિયથી ચક્ર વાકીની જેમ તેણીનું શરીર બહુ કૃશ થંઈ ગયું અને વિયેગથી દુખાવસ્થા ભોગવવા લાગી. | સુમિત્ર ગયે, તેમાં તારું શું ગયું? તેના જેવા અન્ય પતિ શું નહીં મળે? અહા ! એક હંસ ચાલ્યો ગયો એટલે શું સરોવર હંસ વિનાનું રહે ખરું?
- ઈત્યાદિક પિતાની માતાના વચન પરથી તે સમજી ગઈ કે આ સવ બનાવ એણીના લોભથી જ બનેલ છે. બળતા હૃદયથી રતિસેના તેને ઠપકે દેવા લાગી.
હે જનની ! હું માનું છું કે, કંઈક અધિક દ્રવ્યની માગણી કરી મારા પતિને તેંજ કાઢી મૂકે છે અથવા છેતરીને એની પાસેથી કંઈક લઈને ઘરમાંથી વિદાય કર્યો છે.
એમ ન હોય તે મારા પ્રિય મને મરતાં સુધી પણ છોડે નહીં. સૂર્ય અસ્ત પામતાં સુધી પણ પોતાની કાંતિ શું ત્યજે છે? દેવની માફક આ મહાશય ધન આપતું હતું, છતાં પણ તારું હૃદય હજી ધરાયું નહીં. લેભના મહાસાગર સમાન તને ધિક્કાર છે.
અહે! વારાંગનાના લેભની સીમા. औदार्येण महान् गुणेन गुणवांस्त्यागेन याञ्चापरो
वाणिज्येन वणिक् सुखेन तनुभृत् कोशेन पृथ्वीपतिः । नीरेणाम्बुनिधिः श्रुतेन विदुरः काष्ठेन धूमध्वज
स्तृप्ति कर्हिचिदेति पण्यवनिता द्रव्येण नैव ध्रुवम् ॥ १॥ “મહાપુરુષ ઉદારતાવડે, ગુણવાન પુરુષ ગુણવડે, યાચક દાન-ગ્રહણવડે, વણિક વેપારવડે પ્રાણી સુખવડે, રાજા કેશખજાનાવડે, સમુદ્ર જલવડે,
વિદ્વાનું શાસ્ત્રવડે અને અગ્નિ કાષ્ઠવડે કદાચિત્ તૃપ્તિ પામે, પરંતુ વારાંગના દ્રવ્યવડે કઈ દિવસ તૃપ્ત થતી નથી, એમાં કઈ પ્રકારનો સંશય નથી.”
હજી પણ તું ધારતી હશે કે, પુત્રી વેશ્યાપણું ધારણ કરશે. એવી આશા તું હવે રાખીશ નહીં.