________________
કુમારપાળ ચરિત્ર વીરાંગદરાજાએ સુમિત્રને બલાત્કારે મુખ્ય મંત્રી સ્થાન આપ્યું અને પ્રેમનું ફલ પ્રગટ કરી બતાવ્યું, કારણકે સમૈત્રી આવી જ હોય છે. શુન્યનગરવાસ
વીરાંગદરાજાના પૂછવાથી સુમિત્રે યક્ષે આપેલા મણિઓનું વૃત્તાંત, સ્ત્રી પ્રાપ્તિનું અને પોતાનું ચમત્કારી વૃત્તાંત નિવેદન કર્યું.
પછી તેણે વિશેષમાં જણાવ્યું કે, સુભદ્રનગર હાલમાં શૂન્યઉજજડ થયેલું છે. તે જે વસાવવામાં આવે તે લક્ષ્મીથી ભરપુર તે રાજ્ય આપણા સ્વાધીન થાય.
તારું કહેવું સત્ય છે, એમ કહી ભૂપતિએ આજ્ઞા કરી કે તરત જ સુમિત્ર અનેક લશ્કર સાથે તૈયાર થઈ તે નગરમાં ગયે.
રાક્ષસે કાઢી મૂકેલા સર્વ નગરવાસીઓ તેજ નગરની આસપાસ રહેતા હતા. તેમને ત્યાં બેલાવીને ન્યાયનિષ્ઠ સુમિત્રે તે નગરને ફરીથી વસાવ્યું.
તેમજ તે સર્વદેશમાં પણ શ્રીવીરાંગદ રાજાની આજ્ઞા પિતાની કીર્તિ સાથે તેણે સુખેથી સ્થિર કરી.
તે રાજ્યની અંદર એક અધિકારી મૂકી ત્યાંને કેટલેક સારભૂત ખજાને લઈ સુમિત્રમંત્રી વીરાંગદની પાસે આવ્યા અને દિવ્ય ભેટવડે તેને બહુ ખુશ કર્યો. | સુમિત્રમંત્રીના વિચારવડે વીરાંગદ રાજાએ દુઃસાધ્ય એવા પણ શત્રુઓને માંત્રિક મંત્રવેદી સપાદિકની જેમ અનાયાસે પોતાના સ્વાધીન કર્યા.
બલવાન એવા પણ સીમાડાના રાજાઓ કઈ દિવસ વીરાંગદની આજ્ઞાનું નાગેન્દ્રની આજ્ઞાનું ભેગી દ્રો જેમ અપમાન કરતા નહોતા. તેમજ તેના રાજ્યમાં ભીતિ, દુર્ભિક્ષ, દુષ્કર્મ અને પરચકને સમાગમ કથાની અંદર જ લેકે સાંભળતા હતા, પરંતુ દષ્ટિ ગોચર થતા નહોતે. સુપુત્ર હેમાંગદ અને સુબુદ્ધિ
વીરાંગદરાજા અને સુમિત્રમંત્રીને પણ પિતાના પ્રતિબિંબ સમાન બે પુત્ર થયા.