________________
૫૮
કુમારપાળ ચરિત્ર આ અનર્થ તે ધૂને કરે છે. તે પછી તે ક્રોધાતુર થઈ વીરાંગદરાજાની આગળ ગઈ. નગર છતાં પણ હું ધોળા દિવસે લુંટાઈ.
એ પ્રમાણે તે બહુ પોકાર કરવા લાગી. કેણે તને લુંટી? એમ રાજાએ પૂછયું.
ત્યારે નેત્રોમાં અશ્રપ્રવાહને ધારણ કરતી વૃદ્ધાએ સુમિત્રનું ઊંટડી સંબંધી વૃત્તાંત જાહેર કર્યું. સુમિત્રનૃપ સમાગમ
સુમિત્રનું નામ સાંભળવાથી રાજાને પોતાના મિત્રનું સ્મરણ થયું. ત્યારપછી ભૂપતિએ તેને પ્રાપ્તિ દિવસ તથા તેનું રૂપ અને ઉંમર વિગેરે પણ પૂછી જોયું.
વેશ્યાના મુખથી પોતાના મિત્ર સંબંધી સર્વ હકીકત સાંભળી વીરાંગદે પિતાના સેવકો પાસે સુમિત્રને બેલાવરાવે.
ઘણા દિવસે આજે રાજાનું દર્શન થશે, એમ જાણી દિવ્યભેટ લઈ સુમિત્ર રાજમંદિરમાં આવ્યું.
દૂરથી આવતા સુમિત્રને જોઈ રાજા બહુ ખુશી થયે અને ભુજાઓ સાથે આલિંગન દઈ તેણે પિતાના અર્ધાસનપર તેને બેસાડશે.
અમૃત વરસાવનારી બંનેની ગેષ્ઠી ચાલતી હતી. તેટલામાં તે દુષ્ટા પિતાની ધૃષ્ટતાને પ્રગટ કરતી બેલી.
હે દેવ આપે એનું ધૂપણું જોયું? માત્ર દર્શનથી આપને પણ એણે વશ કરી લીધા. જેથી આપે એને અર્વાસન આપ્યું. હે સ્વામિ! મારી પુત્રીને સજ્જ કરાવીને આ ધૂર્તને આપ કાઢી મૂકે, અન્યથા તમારા નગરમાં જરૂર આ ધૂર્ત અનર્થ કર્યા વિના રહેશે નહીં.
રાજા કિંચિત હાસ્ય કરી છે. હે મિત્ર! એની પુત્રીની વિડંબના તે કરી છે? આ સુમિત્ર છે. કલાની પ્રસિદ્ધિ થાય અને વેશ્યાનો નાશ ન થાય તેવી યુક્તિ કરી છે.