________________
કુમારપાળ ચરિત્ર છેતરવાની વિચિત્રતા અને નિર્લજજ પણું કેઈ નવીન પ્રકારનું વિકસે છે.
જેવી આ માયાવિની છે, તેવી જ રીતે મારે પણું માયા કર્યા વિના છુટકે નથી. એમ ધારી પિતાના મનમાં નક્કી કરી તે બોલ્યો.
હે વૃધે! હું તમારી પ્રીતિ સારી રીતે જાણું છું, પરંતુ સાથે– સંગાથની પરાધીનતાને લીધે મારે એકદમ પ્રયાણ કરવું પડયું, તેથી તમને પૂછવાને અવકાશ મળે નહીં, તેમજ મળી શકાયું પણ નહીં.
કદાચિત્ બીજુ ભૂલી જવાય પરંતુ વજલેપની માફક સચોટ તમારા કરેલા સત્કારને મારું હૃદય કેવી રીતે ભૂલી જાય?
એ પ્રમાણે માર્મિક એવી સુમિત્રની વાણીવડે વૃદ્ધાનું હૃદય ચકિત થઈ ગયું અને હસતે મુખે તે સુમિત્રને હાથે પકડી પિતાના ઘરમાં લઈ ગઈ.
વિલાસરૂપ તરંગથી વંચિત, રમણીય લાવણ્ય રસવડે દુર્બલ, મલિન વસ્ત્રરૂપ સેવાલને ધારણ કરતી, ઉવલહંસ-નૂપુર=હેસપક્ષીના વિયેગને સેવતી,
ગ્રીષ્મકાલની નદી સમાન વેશ્યા છતાં પણ સતી ધર્મમાં રહેલી પ્રિયાને જોઈ,
સુમિત્રનું હૃદય આશ્ચર્યથી પુરાઈ ગયું અને પ્રેમ વાવડે તેણે રતિસેનાને તુષ્ટ કરી.
સ્વામીને સમાગમ થવાથી પ્રિયા પણ તેના રૂપ અને વચનને જેવા તથા સાંભળવા માટે બહુ આતુર થઈને નેત્ર તેમજ કાનનું બહુપણું ઈચછવા લાગી
વિગને લીધે દ્વિગુણિત પ્રેમની સ્થિરતાને ધારણ કરતાં તેઓ બંનેનો અનુપમ સુખમય કેટલોક સમય વ્યતીત થયે. મણિગ્રહણ ઉપાય
સુમિત્રને પિતાને મણિ લેવાની ઈચ્છા થઈ, જેથી તેણે એક દિવસ રતિસેનાને કહ્યું.