________________
૫૪
કુમારપાળ ચરિત્ર
હું જનની ! સાવધાન થઇ મારી પ્રતિજ્ઞા તુ' સાંભળ. જવાલાથી જટિલ અનેલે અગ્નિ મારા શરીરને આલિંગન કરે, પરંતુ રૂપવડે કામદેવ સમાન ડાય છતાંયે સુમિત્ર સિવાય અન્ય પુરુષ મને સ્પ કરવાના નથી.
આ પ્રમાણે ખેલતી અને બહુ દુઃખથી હૃદયભેદક પુષ્કલ વિલાપ કરતી રતિસેનાને પેાતાની જ્ઞાતિના લેાકેાએ મહામુશીખતે ભાજન કરાવ્યું . છતાંયે વિરહની પીડાને લીધે તે સ્નાન કરતી નથી. મધુર ભાજન કરતી નથી.
સારાં વસ્ત્ર પહેરતી નથી: અલંકાર ધારતી નથી.
હસવું છોડી દીધું અને મેલાવી ખેલતીયે નથી.
અહા ! જાતે વેશ્યા છે, છતાં પણ ગીતાદિક રંગથી વિમુખ થઈ કુલાંગનાની માફક પ્રવૃત્તિ કરવા લાગી.
કુદ્ધિની પશ્ચાત્તાપ
કુટ્ટિની રતિસેનાની વૃદ્ધમાતા સુમિત્ર પાસેથી ચારી લીધેલા મણિનું વિધિપૂર્ણાંક પૂજન કરી ધનની યાચના કરવા લાગી. પરંતુ તેને આમ્નાયનું જ્ઞાન નહી હાવાથી કંઈપણું ધન મળ્યુ નહીં'.
મણિ ધન આપતા નથી. છેતરવાથી જમાઇ ચાલ્યા ગયા. પુત્રીએ સતીધમ અંગીકાર કર્યાં. એમ સથી ભ્રષ્ટ થયેલી વૃદ્ધા
પશ્ચાત્તાપ કરવા લાગી.
તેવામાં એક દિવસ સુમિત્ર પેાતાના મિત્ર વર્ગ સાથે વાર્તાલાપ કરતા હતા. પ્રસંગેાપાત્ત કેટલાક આખ્ત પુરુષાએ કહ્યુ રતિસેનાગણિકા હાલમાં સતીસમાન વર્તે છે.
તે સાંભળી સુમિત્રને પેાતાના મણિગ્રહણની પ્રતિજ્ઞા યાદ આવી. જેથી તે શરીરે ઇંદ્રની શેાભાને ધારણ કરતા,
ઘેાડા ખેલાવતા પેાતાને પ્રસિદ્ધ કરવાની ઇચ્છાથી તિસેનાના ઘર આગળ ગયા.