________________
મહિણે ઉપાય
૫૭. પ્રિયે ! તું જે કેપ ન કરે તો હું કંઈક ગમ્મત કરૂં.
રતિસેના બેલી. હે રવામિ ! આપ પ્રાણેશ્વર છે. આપને આ પૂછવાનું હોય ખરૂં? આ મારા પ્રાણ આપના જ છે, આપની ઈચ્છા પ્રમાણે ભેજના કરે.
ત્યારપછી તેણે તાંજનથી રતિસેનાને ઊંટડી બનાવી અને વૃદ્ધા ન દેખે તેવી રીતે પ્રભાતમાં સુમિત્ર પિતાને ઘેર ચાલ્યો ગયે.
બંને-જમાઈ પુત્રીના મુખપ્રક્ષાલન માટે સોનાની ઝારી લઈ મુદિની ‘ઉપરના માળમાં ગઈ તે આગળ બેઠેલી ઊંટડી તેના જેવામાં આવી.
સંભ્રાંત થઈ હૃદયમાં તે વિચાર કરવા લાગી.
અરે ! આ શું થયું ? જમાઈ અને પુત્રીના સ્થાનમાં આ ઊંટડી કયાંથી આવી?
આ ઊંટડી સત્ય નથી, પરંતુ પિશાચી અથવા કોઈ રાક્ષસીએ તે બંને સ્ત્રી પુરુષને ખાઈને આવું સ્વરૂપ ધારણ કર્યું છે.
હા જમાઈ ! હા પુત્રી ! તમે ઘરમાં રહેલાં હતાં છતાં દૈવગે આ તમને શું થયું? કારણકે, તમારા સ્થાનમાં આ ઊંટડીને પ્રવેશ કયાંથી થયે?
એમ બોલતી વૃદ્ધા અશ્રપાત સાથે છાતી કુટતી અને રૂદન કરતી વિલાપ કરવા લાગી. તેમજ પિતાના પરિવારને આશ્ચર્ય દેખાડવા લાગી.
દુઃખી થયેલી વૃદ્ધાને જોઈ પુરતે વિચાર કરી પરિવારે કહ્યું. સુમિત્ર તે હાલમાં જ અહીંથી પિતાને ઘેર ગયે.
વૃદ્ધાએ જાણ્યું કે પ્રથમના અપમાનવડે વરશુદ્ધિની ઈચ્છાથી તે ધૂર્ત આ વિડબના કરી અહીંથી ચાલ્યો ગયો.
તપાસ કરવી જોઈએ. જો એ તેને ઘેર હોય તો જરૂર આ કર્તવ્ય તેનું જ લેવું જોઈએ.
સાધારણ મૂખ પણ અપમાનને સહેતું નથી, તે કલાવાનની તે વાત જ શી?” ત્યારબાદ તપાસ કરાવતાં ખબર પડી કે, સુમિત્ર પિતાને ઘેર છે; એમ જાણું વૃદ્ધા તેના દ્વારમાં જતી હતી, તેને તેના પરિવારે રેકી તેના રનનું મરણ થતાં વૃદ્ધાને નિશ્ચય થયે,