________________
૫૦
કુમારપાળ ચરિત્ર બહુ ભારથી ભરેલી પણ પૃથ્વોને પગના ભારવડે અતિશય ભારવાળી કરતે, - અતિ ભયંકરવડે મૃત્યુને પણ ત્રાસ આપતે હેયને શું? તેમાં રેષથી દ્વિગુણ વેગને ધારણ કરતા,
તેમજ કિકીયારીવડે જગતને શબ્દમય કરતે હેય ને શું ? તેમ તે દુષ્ટશિરોમણિ રાક્ષસ સુમિત્રને કહેવા લાગ્યો.
રે ચાર શિરોમણિ! તારૂં સાહસ સામાન્ય નથી.
મૃત્યુ સમાન મારા સ્થાનમાં આવી તું સ્ત્રીઓને હરણ કરી ગયે છે. સુભીમરાજા પ્રથમ મારી સ્ત્રીઓને હરી ગયા હતા, તેને મેં સહકુટુંબને યમઅતિથિ કર્યો અને હાલમાં તને પણ કરીશ.
રે જડ ! મારી સાથે વિરોધ કરી, કયાં સુધી તું જીવવાની ઈચ્છા રાખે છે?
સિંહને પરાજય કરીને મૃગલે લાંબી વખત શું છે ખરે? જો કે તેં મને જે હેતે પણ તે સાંભળે કે ન હેતે? રે મૂર્ખ ! જગતને ગળવા માટે હું રાક્ષસ, મૃત્યુને માટે ભાઈ છું.
આ શરણ્ય-સિદ્ધપુરુષની સાથે તારે એક જ ગ્રાસ હું કરીશ એમ બડબડતે તે રાક્ષસ સિદ્ધપુરુષ અને સુમિત્ર એ બંનેને પ્રસવા માટે એકદમ દોડ.
સુમિત્ર ભયભીત થઈ ગયા.
સિદ્ધપુરુષે જલદી તેને વૈર્ય આપી અમેઘ મંત્રાક્ષની માફક ત્રણ હંકારાએવડે રાક્ષસને સ્તંભાવી દીધું. તીક્ષણ અગ્રવાળા બાણે વડે જેમ ત્રણ હુંકારાએવડે તે રાક્ષસનાં સર્વ અંગ કાષ્ઠતંભની માફક સ્થિર થઈ ગયાં.
ત્યારપછી તે વ્યથાતુર થઈ ગયા અને બોલ્યો.
હે સિદ્ધ ! મને આ રતભરમાંથી તું મુક્ત કર. “રાક્ષસોને પણ બીવરાવનારા છે, એ વાત આજે સત્ય થઈ.”
સિદ્ધપુરુષ બોલે. તું જે મુક્ત થવાને ઈરછતે હેય તે આ કુમાર તરફનું વિર છેડી દે.