________________
४७
રાક્ષસને ઉપદ્રવ અમારી કંઈક ભાગ્યરેખા દેખાય છે, જેથી દીન અનાથના જીવનદાતા આપ અહીં આવ્યા છે.
હવે તમે કોઈ ઉપાય શોધી કાઢે, જેથી સિંહના પંજામાંથી મૃગલી જેમ આ અધમ રાક્ષસથી અમને જલદી છોડાવે.
સંતપુરુષે પરોપકારના ઉત્સાહથી પિતાનું કષ્ટ ગણતા નથી. અંગ ઘર્ષણવડે ચંદને જગત જનના તાપને શું નથી હારતા?
એ પ્રમાણે બન્ને સ્ત્રીઓએ સેંકડો પ્રિય વચને વડે આભારિત કરેલી અને દાક્ષિણ્યનો એક મહાસાગર સુમિત્ર વિચાર કરવા લાગ્યા.
એક તરફ કરને શિરોમણિ તે રાક્ષસ પ્રાણનું હરણ કરે છે અને અન્ય બાજુએ રક્ષણ કરવા લાયક આ સ્ત્રીઓ શરણે આવેલી છે, તો એમના માટે નશ્વર પ્રાણોને મારે છેડી દેવા તે સારૂ છે, પણ પ્રાર્થનાનો ભંગ કરી રંકની માફક હું ચાલ્યા જાઉં તે સારૂ નથી.
દઢ વૈર્યનું અવલંબન કરી એમને પિતાના નગરમાં હું લઈ જાઉં. અમારા ત્રણેના પુણ્યથી કેઈપણ રક્ષણ કર્તા મળી આવશે.
જે રાક્ષસથી હું મુકત થઈશ તો આ બંને મારી સ્ત્રીએ થશે, અથવા તેનાથી જે મારૂં મરણ થશે, તે પોપકાર માટે આ પ્રાણે ધન્યવાદને લાયક થશે. - ત્યારપછી સુમિત્રે કન્યાઓને પૂછ્યું. તે રાક્ષસ કયારે આવશે?
આવવાની તૈયારી છે. એમ તેમનું વચન સાંભળી સુમિત્ર બે, એમ હેય તે જલદી એને બેલા.
કન્યાઓ બોલી. ગંધવડે જાણશે કે, તરત અહીં તે તમને મારી નાખશે, માટે અહીં નીચે ભંડાર છે, તેની અંદર રહીને આજની રાત્રી તમે નિર્ગમન કરો.
એ પ્રમાણે તેમની બુદ્ધિનો સ્વીકાર કરી સ્ત્રીઓને ઊંટડી બનાવી સુમિત્ર કેશગૃહમાં ગયે અને નિશ્રેષ્ટની માફક પડી રહ્યો.
પ્રભાત કાલ થયે એટલે સુમિત્ર ત્યાંથી બહાર નીકળે. બંને ઉષ્ટ્રીઓને સ્ત્રીઓ કરી રાત્રીનું રાક્ષસ વૃત્તાંત પૂછવા લાગ્યા.