________________
મર્કટી પ્રાદુર્ભાવ
૪૩ - હવે તે પેટી પ્રવાહમાં એકદમ તરતી આવતી હતી, તેવામાં ત્યાં વચ્ચે તે મહાપુર નગરને રાજા સુભીમ જલક્રીડા કરતે હતું. તેના જેવામાં તે આવી,
રાજાએ તે પેટી પિતાની પાસે મંગાવી અને વિલંબ રહિત અન્ય ચાવી લગાડી તેને ખુલ્લી કરી તે, અંદરથી દેવકન્યા સમાન બે કન્યાઓ જોઈ, તે વિતર્ક કરવા લાગ્યો.
શું આ મૂળ નક્ષત્રમાં જન્મી હશે ? અથવા વિષ કન્યાઓ હશે? જેથી એમને આ પ્રવાહમાં મૂકી દીધી છે. અથવા નિર્દોષણ છતાં પણ શું ગંગાના પૂજન માટે મૂકી હશે?
એમ બહ સંદેહમાં પડેલે રાજા તેમના રૂપથી મેહિત થઈ ગયે અને તે બંને સ્ત્રીઓને તેણે લઈ લીધી. કારણ કે, હાથમાં આવેલા રત્નને કહ્યું ત્યજી દે?
ત્યારપછી એક મંત્રીને એ વિચાર થયે કે, તેમના સ્થાનમાં બીજી બે સ્ત્રીઓ ગોઠવવી, પરંતુ એ વિચાર નામંજુર કરી બીજા મંત્રીના કહેવાથી તે જ વખતે વનમાંથી બે મટી-વાનરીઓ મંગાવી. પેટીની અંદર તેમને પૂરીને પ્રથમની માફક તાલ દઈ દીધું.
ત્યારપછી રાજાના હુકમથી તે પેટી પ્રવાહમાં તરતી મૂકી. હવે તે પેટીને આવતી જોઈ શિષ્યએ બહુ ઉત્સાહથી એકદમ બહાર કાઢી અને મૂર્તિમાન અનર્થની માફક તેને પોતાના મઠના એારડાની અંદર મૂકી દીધી. પરિવ્રાજકમરણ
વિશાલ કામદેવના બાણેથી વિહલ બનેલે સુશર્મા અતિશય પિતાના ભાગ્યની સમાપ્તિની જેમ દિનાંત–સાયંકાલની રાહ જોતો હતે. તેટલામાં જગતને કર્મસાક્ષી–સૂર્ય પણ તેનું દુષ્કર્મ જોવાને અશકત હેય તેમ તેના પુણ્યની માફક અસ્ત થઈ ગયો.
- ત્યાર બાદ શ્રેષ્ઠીની કન્યાઓ ઉપર ઉત્કટ અને મૂર્તિમાન તેને રાગ હેયને શું? તેમ સમગ્ર આકાશને રંગિત કરતે સંધ્યારાગ ખીલી નીકળે.