________________
૪૪
કુમારપાળ ચરિત્ર
તાપસના અતિ દુર્ધ્યાનથી પ્રગટ થયેલા દુરિત સમાન અધકારથી જગત કેજથી ડાભડા જેમ છવાઈ ગયું.
પછી સુશર્માએ પેાતાના શિષ્યાને કહ્યું. રાત્રીએ હું વિદ્યા સાધીશ, માટે તારે દ્વાર મધ કરી તાલુ વાસીને મઠની બહાર બેસવું. કદા ચિત્ તે દુષ્ટવિદ્યા વારવાર ખાલતી દ્વાર ઉઘડાવે તે પણ તમારે દ્વાર ઉઘાડવું નહી' અને મનમાં ભય રાખવે। નહી.
શિષ્યાએ ગુરુની આજ્ઞા પ્રમાણે દ્વાર બ ંધ કર્યાં. પેાતાના વ્રતને દૂર કરી સુશર્માં રાત્રીના સમયે પેટીની પાસે ગયા અને પ્રાથના કરવા લાગ્યા.
આજ સુધી મેં કાઈપણ પ્રપંચ કર્યાં નહેાતેા, પરંતુ કામના વશ થઈ તમારા માટે આજે મે આ સઘળા પ્રપચ કર્યાં છે.
વળી પૂજ્યતા અને દેવત્વની પ્રાપ્તિથી ઉભય લેાકનુ હિતકારક જે વ્રત હતુ, તે પણ તમારા માટે મેં તૃણની માફક છેાડી દીધું. માટે પ્રસન્ન થઈ સુદર અંગવાળી હું કન્યાએ! કામથી ગયેલું મારૂ અંગ પેાતાના અંગ સંગમ રૂપી રસવડે તમે શાંત કરો,
પ
એમ કહી સુશર્માએ પેટીનું દ્વાર ઉઘાડયું. અ ંદરથી બહુ રાષ વડે ઉદ્ધૃત અને ભયકર મોટા આકારની એ વાનરીએ નીકળી.
ઘણા વખતથી અંદર રૂંધાઈ ગયેલી તેમજ બહુ ક્ષુધા અને તૃષાથી પીડાએલી વળી અંધારામાં નીકળવાનું દ્વાર પણ જવું નહી, તેથી અહુ ગભરાએલી તેએ સુશર્માને જ ખચકાં ભરવા લાગી. આ ચક્ષુ વડે સ્ત્રીરૂપ જોઈ એણે આ કાર્ય કરેલુ છે, એમ જાણીને જ ન હેાય તેમ તે વાનરીઓએ પ્રથમ તેનાં બને નેત્ર ફેડી નાખ્યાં.
દુષ્કર્મોમાં જોડાયેલા આ પરિવ્રાજકને આવું કાય` ઉચિત નથી, એ હેતુથી ક્રોધાતુર થયેલી વાનરીઓએ તેનું નાક તેાડી નાખ્યુ. આ હૃદય વડે જ એણે નક્કી આ દુર્ધ્યાન કર્યું' છે, એમ જાણી તેના હૃદયના ટુકડે ટુકડા કરી નાખ્યા,