________________
૪૨
કુમારપાળ ચરિત્ર મિથ્યાવિલાપ
શ્રેષ્ઠી પિતાના ઘેર ગયે. લેકની આગળ અસત્યવાદ બે કે, ગંગામાં પેટી તરતી મૂકી, તરત જ તે જળના વેગથી તેવી રીતે ચાલી કે; તેને પકડવાને કેઈની શક્તિ ચાલી નહીં.
દર્પણ સમાન સ્વચ્છ બુદ્ધિવાળી હે પુત્રીઓ ! તમને આ આપત્તિ કયાંથી આવી? ગંગાને વંદન કરવા માટે હું તમને લઈ ગયે હતે. તે ગંગા જ તમને ઝડપથી હરી ગઈ
અરે! આ શે જુલમ? વિગેરે પિકે મૂકી કુટુંબ સહિત. ગંગાદિત્ય શ્રેષ્ઠીએ ઘણું વિલાપ કર્યા અને તે સમયે તેમની મરણાંત ક્રિયા કરી.
અહા ! આ કૂટનાટકને ધિકકાર છે.” મર્કટી પ્રાદુર્ભાવ
ફૂટકાર્યને ખજાને શઠ સુશર્મા પિતાના મઠમાં આવ્યો અને મૂર્ખશિરોમણિ એવા પિતાના શિષ્યોને છેતરવા માટે કલ્પિત વાત તેણે જાહેર કરી.
આજે હું સમાધિમાં બેઠો હતો, ત્યારે પ્રગટ થઈ શંકર મારી આગળ આવ્યા અને તેમણે કહ્યું.
હે યતિ ! સ્થિર મનથી કરેલા તારા ધ્યાનવડે હું તારી ઉપર પ્રસન્ન થયે છું. તારા માટે હિમાદ્રિમાંથી પોતે લાવેલાં મહાન, દિવ્યૌષધોથી ભરેલી એક પેટી ગંગાના પ્રવાહમાં હું મોકલી દઈશ.
તે પેટી શિ પાસે તારે મંગાવી લેવી. તેમાં રહેલાં ઔષધોના. પ્રગથી વિશ્વને વશ કરનારી સુંદર વિદ્યાઓ જરૂર તને સિદ્ધ થશે,
માટે જલદી તમે ગંગાપર જાઓ, હવે વિલંબ કરશે નહીં. તે પેટી જલદી અહીં લાવે. અને તમારે કઈ પ્રકારે તેને ઉઘાડવી નહીં.
અહો ! આપણું ગુરુનું ભાગ્ય બહુ મોટું છે. જેના માટે દીવ્ય. ઔષધોથી ભરેલી પેટી પિતે શંકર મોકલે છે.
એ પ્રમાણે અમંદ આનંદરસમાં મગ્ન થયેલા શિખે અતિ વેગથી, ઉંચા ગંગાના તટપર ગયા. દૂરથી આવતી પિટી તેમના જેવામાં આવી..