________________
૪૧
પેટીની પધરામણી
હે બુદ્ધિમાન ! એમ કરવાથી તારા સમસ્ત કુલમાં શાંતિ થશે. જે તારે કુશલની ઈચ્છા હોય તે તું આ પ્રમાણે કર, મુંઝાઈશ નહીં. પેટીની પધરામણી
આ પ્રમાણે પિતાના વાર્થને લીધે સુશર્માએ મિથ્યા પ્રપંચ પણ એ ઠસાવ્યું કે, ગંગાદિત્યના મનમાં તે સત્ય લાગે.
કારણ કે; “ભક્ત કેની બુદ્ધિ ગુરુ વચનમાં પ્રાયે મુગ્ધ હોય છે.”
અહો ! સ્વાર્થસિદ્ધિ માટે વિવિધ પ્રકારની માયામય ચતુરાઈ વાપરી જેઓ વિદ્યા, જ્ઞાન, કલાકૌશલ્ય અને ઔષધાદિક પ્રોવિડે જગતને છેતરે છે, તે પણ અંતરથી દુષ્ટ અને બહારથી વ્રતધારી એવા પાખંડી જે ગુરુઓ થાય, તે આ બકેટ (બગલા) વિગેરે ગુરુ કેમ ન થાય ! - ત્યારબાદ શ્રેષ્ઠી પિતાને ઘેર આવ્યો અને આ વાત તેણે કોઈની આગળ કહી નહીં. જ્યારે કાળી ચૌદશ આવી, ત્યારે તેણે સર્વ સામગ્રી તૈયાર કરાવી.
કેઈ પણ કન્યા ભાગ્યશાળી હોય તે અન્ય કોઈ ગૃહસ્થના ઘરને દીપાવનાર થાય, પરંતુ આ દુષ્ટ કન્યાઓને ત્યાગ કરવામાં મને શી હાનિ છે !
એમ મનમાં વિચાર કરી “આપણા કુલમાં કન્યાઓ આ પ્રમાણે ગંગા નદીને નમન કરવા જાય છે. એ પ્રમાણે મિથ્યા ઉત્તરવડે પિતાના પરિવારને તેણે સમજાવ્યું.
ગુરુને કહ્યા પ્રમાણે સર્વ વસ્તુ લઈ બંને પુત્રીઓ સહિત પેટી પિતાના માણસો પાસે ઉપડાવીને ગંગાના કાંઠા પર તે ગયે.
દુષ્ટ વતી પણ ત્યાં આવ્યા અને શ્રેષ્ઠીના નેકને મોકલી પિતાની પુણ્ય શ્રેણીની માફક પેટીને નદીના જલમાં તેણે તરતી મૂકાવી દીધી. પછી સારી રીતે શાંતિ કાર્ય કરી ગુરુએ ગંગાદિત્યને કહ્યું. હવે તું ઘેર જા. કઈ પ્રકારની ચિંતા કરીશ નહીં. વિનને વિનાશ થવાથી તારા કુલમાં હવે આરેગ્યતા થઈ.