________________
ગંગાદિત્ય
असीव्यद् देहे स्वे, पशुपतिरुमां कसमथनो
विगुप्तो गोपीभि-दुहितरमयासीत् कमलभूः । यदादेशादेतत् जगदपि मृगीदृक्परवश,
स वश्यः कस्य स्या-दहह विषमो मन्मथभटः ॥१॥ મહાદેવે પાર્વતીને પોતાના શરીરમાં સીવી લીધી છે, ગોપીઓએ કૃષ્ણની વિગેપના કરી છે, બ્રહ્મા કામ વાસનાથી પુત્રીને અનુસર્યા છે, એટલું જ નહીં પણ
જેના આદેશથી આ જગત પણ સ્ત્રીઓના સ્વાધીન થયેલું છે, તેને કેણ વશ કરી શકે ?
અહો ! કામ સુભટ બહુ વિષમ છે.
કામને સ્વાધીન થયેલ દુષ્ટબુદ્ધિ તે સુશર્માએ કન્યાઓની પ્રાપ્તિને કોઈ ઉપાય શોધી કાઢયે.
પછી કુજનની માફક જનને ત્યાગ કરી મુખ પ્રક્ષાલન કરીને તે ઉઠી ગયે. ગંગાદિત્ય
ઉદ્વિગ્નની માફક ગુરુની મુખાકૃતિ જોઈ ગંગાદિત્ય શ્રેષ્ઠી બે.
શું આપને કેઈ વ્યાધિ થયે છે? અથવા માનસિક પીડા છે? જેથી આપ બરાબર જમ્યા નહીં.
માયાવી સુશર્માએ એકાંત કરી તેને કહ્યું.
તારા ઘરમાં ભાવી વિન જોઈ હું કેવી રીતે ભેજન કરૂં? કારણ કે,
ભકિતના સ્નેહને લીધે મને પણ પીડા થાય તેમાં શી નવાઈ? શું વિન થવાનું છે? તે તમે સત્ય કહો, એમ શ્રેષ્ઠીના પૂછવાથી
તેણે કહ્યું.
અમારા મઠમાં તું આવજે. સર્વ હકીકત તને હું કહીશ. એમ કહી તે ધૂર્ત પિતાના આશ્રમમાં ચાલ્યા ગયે. બાદ ગંગાદિત્ય તેના આશ્રમમાં ગયે અને પ્રશ્ન કર્યો.