________________
સુશર્મા પરિવ્રાજક
૨૭
અતિ પ્રિય થઈ પડી.
અનુક્રમે તે બંને સરસવતીની માફક સર્વ કલાઓમાં હોંશીયાર થઈ.
તેમજ શોભાવડે અપ્સરાઓને ઉલ્લંઘન કરતી અને સુંદર તારૂ યને લીધે મનહર અંગવાળી થઈ.
જે અંગોમાં વિભવના અભાવની વિધિએ લાવણ્ય મૂકયું નહતું, તે અંગોમાં પણ યૌવનશ્રીએ અનાયાસથી જ તે સૌકુમાર્ય સ્થાપન કર્યું. એ આશ્ચર્ય છે. સુશર્મા પરિવ્રાજક
પવિત્ર ગંગાના કાંઠા પર રમણીય વનની અંદર સુશર્મા નામે પરિવ્રાજક (સંન્યાસી) રહે છે. તે ધર્મિઠ અને ગંગાદિત્યને પૂજય ગુરુ છે.
શ્રેષ્ઠી હંમેશાં પોતે તેની ભકિત માટે તેના ત્યાં જતો હતે. એક દિવસ શ્રેષ્ઠીએ પિતાને ત્યાં ભેજન માટે બહુ આગ્રહ કર્યો. ત્યારે સુશર્માએ કહ્યું.
હે ધર્મજ્ઞ ! તુ ભક્ત છે, માટે તું આવી સેવા કરે, તેમાં કંઈ નવાઈ નથી. પરંતુ ગૃહના ઘેર જવું, તે યતિ લોકોને ઉચિત નથી. કારણ કે, થડો પણ ગૃહિજનને સંગ યતિપણાને જલદી નાશ કરે છે.
જેમકે, લેશમાત્ર પણ અગ્નિ ઘાસના સમૂહને બાળી નાખે છે. ખરેખર દુનિયામાં આ બંને પુરુષ સ્વાર્થ સાધક થતા નથી,
એક તે હમેશાં સંગપરાયણ યતિ અને બીજો સંગરહિત ગૃહસ્થ. એ પ્રમાણે ખાસ અંતઃકરણથી બોલતા સુશર્મા યતિને બલાત્કારે જમાડવાથી ઈછાવડે શ્રેષ્ઠી બહુ આગ્રહથી પિતાને ઘેર લઈ ગયે.
સાક્ષાત્ મહેશની માફક અને કલ્યાણની મૂર્તિ સમાન સુશર્માને જોઈ શ્રેષ્ઠીનું કુટુંબ બહુ પ્રસન્ન થયું.
શ્રેષ્ઠીએ પોતે સાક્ષાત ભકિતરસથી જેમ જલવડે તેના ચરણપ્રક્ષાલન કર્યા,