________________
કુમારપાળ ચરિત્ર હેગુરુ ! મારા ઘરમાં શું વિન્ન થવાનું છે! કૃપા કરી જલદી આપ કહો.
દુષ્ટ માયાવી સુશર્માએ તેને કહ્યું.
હે ભકતરાજ ! હવે મારે શું કરવું? તું કહે, એક તરફ મારા વતને ભંગ થાય છે અને બીજી તરફ તારા કુલનો નાશ થાય છે.
ગૃહસ્થની ચિંતા કરવાથી જીવિતની માફક વ્રત ચાલ્યું જાય છે. અને જે તે ચિંતા હું નથી કરતો આ સમગ્ર તારૂં કુળ નષ્ટ થાય છે. છતાં પણ તે શ્રેષ્ઠિ! તારી ભક્તિવડે હું પ્રસન્ન છું, તેથી તેને
આ તારી પુત્રીઓ બહુ દૂષિત હેવાથી તારા કુલને નાશ કરશે.
જેમ આ સુતાઓના શરીર પર અત્યંત રમણીયતા રહેલી છે, તેમ દેષ પણ ઘણું રહેલા છે, કારણ કે.
વિધિ રત્નને દૂષિત કરનાર હોય છે.
વળી આ કન્યાઓને કેઈ સાથે પરણાવીને તું જે આપી દઈશ તે તે લેનારના કુળને નાશ થશે. અને તેનું પાપ તને લાગશે.
એ પ્રમાણે તાપસનું વચન સાંભળી ગંગાદિત્ય ભયભીતની માફક ગભરાઈને બેલ્ય.
હે પ્રભો! તમે દયાળુ છો. તેમજ કલાવાન છો, આપ કહે. હવે મારે શું કરવું ? જરૂર મારે પાપવૃક્ષ જલદી ફલ્ય.
એમ શ્રેષ્ઠીનાં વાક્ય સાંભળી દુષ્ટાત્મ સુશમાં બહુ ખુશી થયે અને કહ્યું.
પરમ દિવસે કૃષ્ણચતુર્દશીના મધ્યાન્હ સમયે લાકડાની નવીન પેટી બનાવરાવવી, તેમાં કોઈપણ છિદ્ર હેવું ન જોઈએ. તેની અંદર રેશમી વસ્ત્ર અને ભવ્ય આભૂષણે પહેરાવી પિતાની બંને પુત્રીઓને બેસારી તે પેટીને એક તાળું વાસી દેવું.
પછી બલિ પુષ્પાદિ સહિત પેટી ઉપડાવીને તું એકલે એકાંતમાં ગંગાના કિનારે આવજે. ત્યાં હું આવીને બલિપ્રદાનપૂર્વક ગંગાના પ્રવાહમાં તેને પધરાવીને શાંતિ પુષ્ટિ કરીશ.