________________
કુમારપાળ ચરિત્ર ગમે ત્યાં ફરો, અથવા ગમે તેવા ઉદ્યમ કરે, પણ પુણ્યશાળી પુરૂષ જ વીરાંગદકુમારની જેમ લક્ષ્મી ભોગવે છે. વીરાંગદકુમાર
આ ભૂલોકમાં પદ્યસમાન લક્ષ્મીનું નિવાસસ્થાન જ બુદ્વીપ નામે દ્વીપ છે.
તેની ચારે બાજુએ લવણ સમુદ્રના ઉછળતા જળતરંગો શોભી રહ્યા છે. તે દ્વીપની અંદર ભરતનામે ક્ષેત્ર છે.
તેના મધ્યપ્રદેશમાં આભૂષણ સમાન અને સ્વર્ગશ્રીના વિજયથી જેમ વિજ્યપુરનામે નગર હતું.
જેની અંદર હવેલીઓના શિખર પર શાંત થયેલા પવનથી કંપતા વજસમુદાયમાં લીન થઈ હોય ને શું? તેમ લક્ષ્મી અને સ્ત્રીઓમાં ચંચલતા જોવામાં આવતી નહતી.
તે નગરમાં મહાન પરાક્રમી શૂરાંગદનામે રાજા રાજ્ય કરતે હતો. તેના ખગવડે વરિએ રણભૂમિમાંથી નાસવાની કલા શિખ્યા.
તેમજ “જેની કીર્તિરૂપ સ્ત્રીને નીચે પહેરવાનું વસ્ત્ર ક્ષીર સાગર હતું. સુરનદી (ગંગા) રૂપ ઓઢવાનું વસ્ત્ર હતું.
કાસ (ઘાસ) રૂપી કંચુકી (કાંચળી) હતી. વિશાળ તારએની શ્રેણીરૂપ મુક્તાહાર હતા. .
મુખશ્રીને જોવા માટે ચંદ્રબિંબરૂપી મણિ દર્પણ હતું અને વેત કમલ વનરૂપી કીડા કમલ હતું.
તેમજ તે શૂરાંગદરાજાની સ્ત્રીનું નામ વીરમતી હતું. તે સ્ત્રી પિતાના પ્રાણથી પણ રાજાને બહુ પ્રિય હતી.
તેની કાંતિથી જીતાયેલી દેવાંગનાઓ સ્વર્ગવાસ સેવતી હેયને શું ? તેવી અદ્ભુત તેની કાંતિ હતી.
મતિસાર નામે તેને મંત્રી હતું. તે રાજકાર્યમાં ધુરંધર હતે. વળી એકત્ર મળીને જેમ સમસ્ત જગતની બુદ્ધિ જેના હૃદયમાં રહી હતી;