________________
૩૦
કુમારપાળ ચરિત્ર વૃદ્ધા ત્યાં આવીને છિદ્ર દ્વારાએ જોવા લાગી. અને તે સમજી ગઈ કે, આ સર્વ પ્રભાવ મણિને છે, માટે એને હું લઈ લઈશ એમ પોતાના મન સાથે તેણીએ નક્કી કર્યું.
સુમિત્રે પણ મણિ પૂજન સમાપ્ત કર્યું. એટલે તેના અધિષ્ઠાયક દેવતાએ આપેલું ધન દાસીના હાથમાં તેને જોઈએ તેટલું તેણે આપ્યું. મણિઅપહાર
બીજે દિવસે સુમિત્ર રનાન કરવા બેઠે. તે સમયે વૃદ્ધાએ તેના વસ્ત્રાંચલથી તે મણી લઈ લીધે અને તેના સ્થાનમાં એક કાંકરો બાં. બાદ વસ્ત્ર જેમ હતું, તેમ મૂકી દીધું.
સ્નાન કર્યા પછી વસ્ત્રાંચલની ગ્રંથી જેવી હતી, તેવી જ સુમિત્રના જેવામાં આવી. તેથી તેણે જાણ્યું કે અંદર મણિ છે, ભેળાશને લીધે તેણે અંદર તપાસ કરી નહીં.
તેને વિદાય કરવા માટે વૃદ્ધાએ ફરીથી ધન માગ્યું. એકાંતમાં જઈ સુમિત્રે પૂજન સમયે તપાસ કરી ત્યારે મણિ જ નહીં અને કાંકરે જોવામાં આવ્યું. વિચારમાંને વિચારમાં તે સ્તબ્ધ બની ગયે,
શું મારા મણિને કાંકરો થયે હશે? અથવા કે દુષ્ટ બુદ્ધિએ મણિ છેડી લઇને કાંકરે બાંધે હશે? એમ વિચાર કરી સુમિત્ર દરેક વૃદ્ધાના પરિવારને પૂછયું.
જો કેઈએ પણ મારે મણિ લીધે હોય તે મને પાછો આપે. આપના શપથ (ગન) અમે રત્નની વાત જાણતા નથી. એ પ્રમાણે પરિવારને જવાબ થયા.
એ વાત વૃદ્ધાના સાંભળવામાં આવી, જેથી તે એકદમ ગુસ્સે થઈ ગઈ અને ક્રોધથી બેલી.
રે વદેશિક ! તારા દ્રવ્યનું અમારે કંઈ પ્રયોજન નથી. ચેરીના અપવાદથી અમારા લોકોને કલંકિત કરીશ નહીં. કદાચિત અમારા ઘરમાં પણ ચેરી થાય તો સૂર્યને વિષે અંધકાર કેમ ન રહે?
એ પ્રમાણે વૃદ્ધાએ ધિક્કા છતાં પણ સુમિત્ર મૌન રહ્યો. કારણ કે; અતિ ધૂર્તને બહુ ઘસારે લાગે છતાં પણ તે શું અન્યનું શરણુ શોધે ખરે?