________________
૩૨
કુમારપાળ ચરિત્ર મંડન (આભૂષણુ) લીધા છે, છતાં
વળી મદ્ય, માંસ, મદ મત્સર, માયા, મેહ, અને મનેાભવ (કામ) વિગેરે ઘણા મકારના આશ્રય પણ શું. પણ્યૌ મમત્વને નથી પામતી ?
આ વૃદ્ધાએ મણિ લઇને મને જ કેવલ છેતર્યાં છે એમ નહી', પરંતુ તે પાતે પણ છેતરાઈ છે.
કારણ કે; આમ્નાય (વિધિ) વિના તે મણિ એને કઇપણ દ્રવ્ય આપવાના નથી અથવા હું વેશ્યાની શામાટે નિંદા કરૂ છું ? હુ પેાતે જ નિદાને પાત્ર છું, કારણકે.
હું અત્યંત કામાંધ થઈ વારાંગનામાં લુબ્ધ થયેા. સ્વધા જાણકાર થઈને પણ જે પુરુષે અશુભ અધ્યવસાયથી ભરેલી વારાંગ નાના સંગ કી હૈય, તેણે અવશ્ય નરક પ્રાપ્તિના સાક્ષી સ્વીકારેલા સમજવા.
એમ છતાં પણ સર્વ નગરમાં આ દુષ્ટશ્રીની વિગેાપના કરી જો મારા મણિ હું પાછે! ન લઉં તે મારી બુદ્ધિ તુચ્છ સમજવી, એવી તેણે પ્રતિજ્ઞા કરી.
વળી ઉપકારીના ઉપકાર અને વૈરીના અપકાર કરવાને જે પ્રાણી સમય થતા નથી, તેને જીવતા પણ મરેલા જાણવે.
પગથી હણાયેલ ભસ્મ પણ જો કે પીડનારના મસ્તકપર અધિ રાણ કરે છે, તે અપમાન પામેલા બુદ્ધિમાન પુરુષ તેની પ્રતિક્રિયા
કેમ ન કરે? એમ વિચાર કરી સુમિત્ર કહ્યા સિવાય જ વૈશ્યાના સ્થાનમાંથી નીકળી ગયા અને મણિ ગ્રહણ કરવાના ઉપાય ફરીથી ચિતવવા લાગ્યા. શૂન્યનગર
આ નગરની અંદર મારા મિત્ર વીરાંગઢ હાલમાં રાજગાદીએ બેઠો છે, તા તેને આ વાત કહી વિના પ્રયાસે મારા મણિ હું એની પાસેથી જલદી લઈ લઈશ અથવા અપમાન પામેલે! હું મિત્રની આાગળ કેવી રીતે જઈ શકીશ ! કારણકે,