________________
૩૧
સુમિત્રતિરસ્કાર સુમિતિરસ્કાર.
હવે એની પાસે કંઈ દ્રવ્યની આશા નથી, તે નિર્ધનને શખવાથી શું ફલ?
એમ વિચાર કરી વૃદ્ધાએ પિતાની દાસીઓને સમજાવી દીધી કે, હંમેશાં એની સેવા બરોબર કરવી નહીં. નાનપાન વિગેરે કાર્યોમાં દાસીએ તેનું અપમાન કરવા લાગી.
સુમિત્રનું કહેવું પણ તેઓ ગણકારતી નહોતી અને રોષથી તેઓ કહેતી કે શું તારા હાથે તું તારું કામ નથી કરી શકતું?
એક રતિસેના સિવાય સવને અનાદર જોઈ સુમિત્રને આનંદ નષ્ટ થયે
આ પ્રમાણે પિતાનું અપમાન કરવાથી તેણે જોયું કે, જરૂર આ વૃદ્ધાએ જ મારે મણિ લીધે છે, માટે પિતાની ઈચ્છા પૂર્ણ થવાથી તે વૃદ્ધા અપમાનવડે મને અહીંથી કાઢી મૂકવાની ઈચ્છા કરે છે.
અહો! પયસ્ત્રીઓમાં જાતિ, રીતે, સ્થિતિ, બુદ્ધિ અને વચનચાતુર્ય કેવું હોય છે? पश्यत्यर्थ कृते सुरानिव गलत्कुष्टानपि प्राणिनो
निःखान् दासवदस्यति स्वसदनात् प्राग्दत्तवित्तानपि । न स्नेहेन न विद्यया न रमया न प्रज्ञयाऽप्यात्मसात्,
विश्वांधकरणीह पण्यरमणी धात्रा कुतो निर्म मे ? ॥ १॥
જે વારાંગના દ્રવ્ય માટે કુષ્ટરોગી મનુષ્યને પણ દેવ સમાન માને છે.
પ્રથમ ઘણું ધન આપેલું હોય, છતાં પણ નિધન થયેલા પુરુષને દાસની માફક પિતાના ઘરમાંથી કાઢી મૂકે છે.
તેમજ સ્નેહ, વિદ્યા, લક્ષ્મી કે બુદ્ધિથી પણ જે સવાધીન થતી નથી,
તેવી વિશ્વને આંધળી કરનારી પર્ણસ્ત્રીને આ દુનિયામાં વિધાતાએ શા માટે નિર્માણ કરી હશે ?