________________
ગવિલાસ
જેણના આ લાવયપુરમાં યુવકના મનરૂપી હાથીઓ ડૂબી જાય છે,
એ પ્રમાણે એક બીજાના માત્ર દર્શનથી પરસ્પર વિચાર કરતાં પ્રથમના પરિચયવાળાં હોય તેમ તે બંનેને અપાર પ્રેમ થયો.
રતિસેના ઘણે સત્કાર કરી તેને પિતાની બેઠકમાં લઈ ગઈ. આવાસમાં પિતાની મેળે આવેલા ચિંતામણીનું કેણુ અપમાન કરે ?
રતિસેનાએ પોતે સ્નાન, પાન અને ભેજનાદિક કા વડે એવી રીતે તેની સેવા કરી કે, તે સમયે તેણે તે સ્ત્રીને પિતાને સ્વાધીન માની. ભેગવિલાસ.
દ્રવ્યની જરૂર પડી ત્યારે સુમિત્રે મણિની આરાધના કરી. ધન સંપાદન કર્યું.
કુબેરની માફક ઈચ્છા પ્રમાણે રતિસેનાને દ્રવ્ય આપી પ્રસન્ન કરી દ્રવ્યની સહાય વડે રતિસેનાની વૃદ્ધમાતા તે બન્નેના ભેગનાં વિશેષ સાધનો પૂર્ણ કરતી હતી.
રતિસેનાની માતા જેટલું ધન માગતી હતી, તેટલું લક્ષ અને કેટી ધન સુખેથી તે આપતો હતે.
કલ્પદ્રુમની માફક તેના દાનથી વૃદ્ધાને વિસ્મય થયે અને તે વિચારમાં પડી કે એની પાસે ધન દેખાતું નથી, તેમ ઉદ્યોગ પણ કરતો નથી, છતાં તે વેચ્છા પ્રમાણે દ્રવ્ય આપે છે, એ પણ એક વિચારવા જેવું છે.
અથવા એની પાસે ચિંતામણી, નિધિ, સિદ્ધરસ અથવા સુરાદિક તુષ્ટ થયેલે હવે જોઈએ. આ બાબતને મારે તપાસ તે કરવી. જોઈશે, એમ વિચાર કરી વૃદ્ધાએ પિતાની દાસીને સુમિત્રની પાસે કંઈક ધન લેવા માટે મોકલી.
દાસીએ ધનની યાચના કરી. સુમિત્ર દ્રવ્યની પ્રાપ્તિ માટે ઓરડામાં ગયે. દ્વાર બંધ કર્યું. મણિને પૂજવાને પ્રારંભ કર્યો.