________________
૧૬
કુમારપાળ ચરિત્ર
મિત્ર (સૂર્ય) અસ્ત થયે છતે એકદમ ગાઢ અ ંધકારના મિષથી લેાકમાં સત્ર ઘણું શૈાક ફેલાઈ ગયા, એ ઉચિત છે.
પશ્ચિમ સમુદ્રમાં ડુબેલા સૂર્યને જોઈ ખરેખર તેના ઉદ્ધારની ઈચ્છાની જેમ તારાએ આકાશમાં દોડવા લાગ્યા.
એ પ્રમાણે પ્રદેષ કાલના કઈક પ્રકાશ થયે એટલે એક વડની નીચે વસ્ત્ર પાથરી વીરાંગદકુમાર દેવનુ સ્મરણ કરી સુઈ ગયે.
“જાગવાથી ભય લાગતા નથી” એ નીતિવાકયને જાણનાર સુમિત્ર કુમારની ચારે બાજુએ પ્રાહરિકપણે રહ્યો.
હું રાજા છું અને આ રાજકુમાર છે, વળી તે થાકી ગયા છે, માટે એને કર–કિરાણામૃતવડે શાંત કરૂં, એમ જાણી ચંદ્ર તે સમય પ્રગટ થયા એમ હું માનું છું.
નિષ્કલંક કુમારના મુખચંદ્ર કલકિત એવા મને હસશે, એવા ભયની જેમ ચંદ્ર ધીમે ધીમે આકાશમાં ગયા.
આ રાજકુમાર પાતાના મકાનની અંદર ચંદ્રોદય-ચંદરવાની નીચે સુતા હતા, તેવી રીતે અરણ્યમાં પણ તે સુવા જોઈએ, એમ જાણી વિધિએ જરૂર તેની ઉપર ચ`દ્રોદય કર્યાં.
તે સમયે જળથી જેમ ગાઢ ચંદ્રના કિરણેા વડે શુદ્ધ કરેલે આકાશ અને પૃથ્વીના મધ્યભાગ સ્ફટિક રત્નાથી ઘટિત હાયને શું? તેમ શેાલતા હતા.
દેવનું આગમન
ચંદ્રનું તેજ ખીલી રહ્યું હતું, છતાં પણ અદ્ભુત કાંતિવડે દિશાઓના સુખને પ્રકાશિત કરતા કાઈક દેવ ત્યાં આવીને સુમિત્રને કહેવા લાગ્યા.
હું યક્ષ છુ. અને આ વડની અંદર રહું છું. આ પુણ્યશાળી કુમાર મારા સ્થાનમાં આવ્યા છે, માટે મારે એના સત્કાર કરવા જોઇએ. હે મિત્ર ! હાલમાં આ વીરાંગઢકુમાર સુખ નિદ્રામાં સુતા છે. મારે એનુ ચાગ્ય આતિથ્ય શું કરવું ? તે ખરી હકીકત મને તું જણાવ.