________________
૨૬
કુમારપાળ ચરિત્ર અહીં કેઈપણ ઠેકાણે મારા મિત્રની તપાસ કરો અને જલદી તેને શેધી કાઢો.
તરત જ તે લેકો વનેચરની જેમ વનની અંદર નીકળી પડયા.
હે સુમિત્ર ! સુમિત્ર ! અહીં આવ, અહીં આવ એમ બોલતા, તેઓ સર્વત્ર તેની શોધ માટે ફરવા લાગ્યા.
પરંતુ નાશી ગયેલાની માફક કેઈ ઠેકાણે તેને પત્તો લાગે નહીં.
પછી થાકીને તેઓ રાજા પાસે ગયા અને કહ્યું કે, આખાય અરણ્યની અંદર કેઈ જગાએ તેને પત્તો મળે નહીં.
તે સાંભળી વીરાંગદ પણ સર્વસ્વ ગુમાવ્યું હોય તેમ બહુ દુઃખી થ અને તત્કાલ તે વિલાપ કરવા લાગ્યો.
હે સુમિત્ર ! હાલમાં તારા વિના હું અધીર બની ગયે છું. જલદી તુ અહીં આવ અને મારી સાથે વાર્તાલાપ કર.
હે મિત્ર ! માતાપિતાને અસાધારણું સ્નેહ, ધન અને શારિરીક સુખ વિગેરે સર્વ ત્યાગ કરી તે મારા માટે જન્મથી આરંભી અનન્ય મિત્રતાના સંબંધવડે દુર્ગમ્ય અરણ્યવાસમાં મારી સાથે વન ભ્રમણનું મોટું દુઃખ સહન કર્યું,
હવે મને રાજ્ય મળ્યું, ત્યારે તું કેમ છુટો પડે? રાજ્યદાયક મણિના દાનવડે મારે ઉપકાર કરી હાલમાં પ્રત્યુપકારની ભીતિવડે જરૂર તું નાશી ગયેલ છે. કારણ કે, स्थितिः सतां कोऽप्युपकृत्य यत्ते, प्रयान्ति तत्प्रत्युपकारभीताः । निर्वाप्य पृथ्वी तपतापतप्तां, न वारिदा नेत्रपथे स्फुरन्ति ॥ १ ॥
સજની તેવી કેઈપણ સ્થિતિ હોય છે કે,
તેઓ ઉપકાર કરી તેના પ્રત્યુપકારના ભયને લીધે ચાલ્યા જાય. છે. સૂર્યના તાપથી તપી ગયેલી પૃથ્વીને શાંત કરી વાદળાં દૃષ્ટિગેચર થતાં નથી. અર્થાત અન્યત્ર ચાલ્યા જાય છે.”
પછી વીરાંગદે કહ્યું, હે મંત્રીઓ! તમે અહીંથી ચાલ્યા જાઓમારા મિત્ર વિના મારે આ ઐશ્વર્યનું કંઈ પ્રજન નથી.