________________
૨૪
કુમારપાળ ચરિત્ર પ્રભાત કાળમાં વાજીંત્રો વાગવા લાગ્યાં. રાજકીય પુરુષની સાથે પિતે પાંચે દીવ્ય રાજ્યાધિષ્ઠાયીના વૈભવથી ચાલવા લાગ્યાં.
સર્વ નગરની અંદર ફરતાં હતાં, ત્યારે દેદીપ્યમાન રવરૂપધારી સેંકડો નાગરિક લેકે રાજ્ય લેવા માટે એક બીજાની આગળ ઉભા રહેતા હતા.
અહે ! લોભની વિચિત્રતા ! वासार्थ वसतिश्चतुष्करमिता वेषद्वय प्रावृत्ती,
भुक्तयै धान्यघृतोदकादि च कियत् किंचिद्वययार्थ धनम् । एकैकंशयनासनप्रियतमादासीगवाश्वादिक,
भोगोऽयं नृपरड्कयोस्तदपि ही राज्ये स्पृहावान् जनः! ॥१॥ નિવાસ માટે ચાર હાથની ઝૂંપડી, પહેરવા માટે ફક્ત બે વસ્ત્ર, ભેજન માટે ધાન્ય, ઘી અને પાણી વિગેરે કેટલીક વસ્તુ, વ્યય માટે કેટલુંક ધન,
એકેક શયનાસન, સ્ત્રી, દાસી, ગાય અને અશ્વ વિગેરે, આ ભંગ રાજા અને રંકને સામાન્યપણે હોય છે, છતાં પણ લોકે રાજ્ય મેળવવામાં અધિક પૃહાવાળા હોય છે, “એ આશ્ચર્ય નહીં તે શું?” | સર્વ બાજુએ નગરની અંદર ફરીને તે દી સર્વ નગરવાસી જનને ત્યાગ કરી ઈચ્છા પ્રમાણે ક્રીડા કરવાની જેમ નગરની બહાર તેઓ નીકળ્યાં.
કોઈ એ બોલાવેલાં હોયને શું? તેમ તેઓ ત્યાંથી તે વનમાં ગયાં અને તે બંને કુમારોની પાસે આવ્યાં.
સ્વયંવરાની માફક રાજ્ય લમી આવી, એમ જાણી આનંદિત થયેલા સુમિત્રે રાજકુમારને જાગ્રત કર્યો.
તે સમયે શુંડાગ્રમાં ધારણ કરેલા કલશના જળવડે તેની ઉપર અભિષેક કરી ગર્જના કરતા હાથીએ વીરાંગદને પિતાની પીઠ પર બેસારી દીધો.